ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: મનોદિવ્યાંગ યુવતી પર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ, છ મહિનાની ગર્ભવતી થતાં ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી - પીડિતાને પેટમાં દુખાવો થતાં થઈ જાણ

મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતાના જ મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા છ મહિના ગર્ભવતી થઈ છે. ગર્ભપાતને દૂર કરાવવા માટે પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દે સુરત સિવિલ હોસ્પિટલને મેડિકલ એક્ઝામિનેશન કરવા માટે આદેશ આપ્યો છે.

મનોદિવ્યાંગ યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી
મનોદિવ્યાંગ યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી

By

Published : Apr 27, 2023, 9:41 PM IST

મનોદિવ્યાંગ યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ:સુરતની 23 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ યુવતી ઉપર પિતાના જ મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા કિશોરી ગર્ભવતી થઈ છે. આ ગર્ભપાતને દૂર કરવા માટે પીડિતાના પિતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટે સુરત સિવિલ હોસ્પિટલની યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરવા માટે નોટિસ આપી છે. હાઇકોર્ટ દ્વારા પહેલી મેના રોજ આ અરજી પર રિટર્નેબલ તારીખ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ કોર્ટ મેડિકલ રિપોર્ટ બાદ નિર્ણય લેશે.

યુવતીના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી:એડવોકેટ સિકંદર સૈયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવતી માનસિક રીતે અસ્વસ્થ છે. છ મહિના સુધી પણ યુવતીને પોતે ગર્ભવતી હોવાની જાણ થઈ ન હતી. જ્યારે તેને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ ત્યારે તેણે માતાને જાણ કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં ચેકઅપ કરતા યુવતી ગર્ભવતી હોવાની વાત સામે આવી હતી. હવે યુવતીના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તે પોતાનું ધ્યાન રાખી શકે એમ નથી તો તે બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે ?

આ પણ વાંચો:Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ

શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસનો વિગતો જોઈએ તો આ કેસ સુરતનો છે. જેમાં આરોપી નવીનની પોતાના મિત્રના ઘરે આવન જાવન ચાલુ રહેતી હતી. એકાદ વર્ષ અગાઉ નવીન જ્યારે મિત્રના ઘરે પહોંચ્યો હતો. ત્યારે યુવતી ઘરમાં એકલી સુતી હતી અને આ તકનો લાભ લઈને તેણે ઘરમાં જ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પીડિતાને આ વાતની જાણ કોઈને નહીં કરવાની તેમ જ જાનથી મારી નાખી આપવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો:Maharashtra News: છત્રપતિ સંભાજી નગરમાં યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પર ગુજાર્યું દુષ્કર્મ

પીડિતાને પેટમાં દુખાવો થતાં થઈ જાણ: આ ઘટના બાદ યુવતીને એક દિવસ અચાનક પેટમાં દુખાવો થયો હતો. જેના કારણે તેના પિતા સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં દીકરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પરિવારને આ ઘટના અંગે જાણ થઈ હતી પરિવાર દ્વારા આ ઘટના અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે યુવતીનું નિવેદન પણ લીધું હતું.

ABOUT THE AUTHOR

...view details