ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : શહેરમાં 9 દિવસમાં ચોથી હત્યા, જમાલપુર દરવાજા બહાર મહેસાણાના યુવકની હત્યા - જમાલપુર પોલીસ

અમદાવાદ શહેરના જમાલપુરમાં યુવકની હત્યા થઇ હતી. 9 દિવસમાં આ ચોથી હત્યાની ઘટના બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત થઇ રહી છે. જમાલપુર દરવાજા પાસે આવેલા જગન્નાથ મંદિરની બહાર જ મહેસાણાના યુવકની તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી.

Ahmedabad Crime : શહેરમાં 9 દિવસમાં ચોથી હત્યા, જમાલપુર દરવાજા બહાર મહેસાણાના યુવકની હત્યા
Ahmedabad Crime : શહેરમાં 9 દિવસમાં ચોથી હત્યા, જમાલપુર દરવાજા બહાર મહેસાણાના યુવકની હત્યા

By

Published : Feb 10, 2023, 3:12 PM IST

હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગોમતીપુર, કાલુપુર અને વસ્ત્રાપુર બાદ જમાલપુરમાં હત્યાની ઘટના સામે આવી છે. 9 દિવસમાં અમદાવાદ શહેરમાં ચાર હત્યા થતા હાલ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે.

મહેસાણાના યુવકની તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી

મંદિરની બહાર જ હત્યા : અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આવેલા જગન્નાથ મંદિરની બહાર જ એક યુવકની તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં ફરજ બજાવતા એસઆરપી જવાનને સાંજના સમયે એક વ્યક્તિ મંદિરની દિવાલ પાસે બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો, જેથી 108 ને જાણ કરવામાં આવી હતી અને 108ના તબીબે તપાસ કરતા યુવકને શિક્ષણ હથિયારના ઘા વાગ્યા હોવાથી તેનું મોત નિપજ્યું હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: વસ્ત્રાપુર લેકમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો પર્દાફાશ, પાણી માટે આરોપી સાથે થઈ હતી બબાલ

મૃતક યુવકનું નામ ભરત પરમાર : આ ઘટનાની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એસીપી અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પાસેથી મળી આવેલા પુરાવાઓને આધારે તેનું નામ ભરત પરમાર હોવાનું ખોલ્યું હતું અને તે મહેસાણાનો વતની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતક છેલ્લા છ મહિનાથી મહેસાણાને છોડીને અમદાવાદ આવી ગયો હતો.

પોલીસ તપાસ શરુ: કયા સંજોગોમાં તેની હત્યા થઈ તેની હત્યા પાછળનું કારણ શું છે અને કોણે આ હતી અને અંજામ આપ્યો છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે યુવકને તીક્ષણ હથિયારથી છાતીના ભાગે ઘા મારવામાં આવ્યા હતા અને તે ઇજાગ્રસ્ત હાલતમાં મંદિરના દિવાલ પાસે આવીને ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે હત્યારાને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : પાંચકૂવામાં જાહેરમાં યુવકની હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા

ACP અતુલકુમારે શું કહ્યું :આ ઘટના અંગે શહેર પોલીસના ઈ ડિવિઝન ACP અતુલકુમાર બંસલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજના સમયે લાશ મળી આવી છે અને તેના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. મૃતક મૂળ મહેસાણાનો વતની હોય આ સમગ્ર મામલે હથિયારાને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈની પ્રતિક્રિયા : આ ઘટના અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ ભાટીએ જણાવ્યું હતું કે સાંજના સમયે લાશ મળી આવી છે અને તેના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. મૃતક મૂળ મહેસાણાનો વતની હોય આ સમગ્ર મામલે હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details