પોરબંદરઃ શહેરના છાંયા મહેર મણીયારા રાસ ગ્રુપ તથા લીરબાઈમાં રાસ મંડળ દ્વારા પરંપરાગત રીતે ઢાલ-તલવાર અને ડાંડિયારાસ રમવામાં આવે છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીની ઝલક આબેહૂબ રીતે દેખાય છે અને આ રાસ વિશ્વભરમાં અનેક દેશોમાં પ્રસ્તુત કરાયો છે. ત્યારે પોરબંદરના ગર્વ સમાન આ રાસ મંડળના ભાઈઓ તથા બહેનોને અમદાવાદ ખાતે યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પણ આમંત્રણ મળ્યું છે.
અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમા મહેર રાસ દ્વારા ટ્રમ્પનું પરંપરાગત સ્વાગત કરાશે - latest news of porbandar
આગામી 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે તેના સ્વાગતમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજાનાર છે. ગુજરાત ભરમાં તેની જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પોરબંદરના મહેર મણીયારા રાસની ટીમને પણ ખાસ આમંત્રણ આવ્યું છે. જેવો પરંપરાગત રાસ રજૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમંમા મહેર રાસ દ્વારા ટ્રમ્પનું પરંપરાગત સ્વાગત કરાશે
'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમંમા મહેર રાસ દ્વારા ટ્રમ્પનું પરંપરાગત સ્વાગત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે, ત્યારે તથા અમેરિકાના રાષ્ટ્રપતિ 24 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે. તે સમયે એરપોર્ટ પર મણિયારો રાસ રજૂ કરી સ્વાગત કરવામાં આવશે જેની તૈયારી પોરબંદરમાં ચાલી રહી છે.