અમદાવાદઃરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ (125th birth anniversary of Zaverchand Meghani ) નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરક ઉપસ્થિતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરમાં “મેઘાણી સાહિત્ય કોર્નર” ( Meghani Sahitya Corner )મુકવામાં આવ્યું હતુ. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા અને અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે સાહિત્ય કોર્નરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુસ્તકો વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી.
કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ
રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ હાથ ધરાઇ હોય તેવી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીપ્રથમ છે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય અને સાહિત્યથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી પિનાકી મેઘાણીની પ્રેરણાથી ગુજરાત ભરમાં 80 જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના લાયબ્રેરી, શાળા-કોલેજ, પોલીસ સ્ટેશન, જેલ વગેરેમાં થઇ છે.અમેરિકા સ્થિત સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી ડો. અક્ષય શાહ - અનાર શાહના સહયોગથી અહીં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઇ છે.ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત125 મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપનાથાય તેવી લોકલાગણી છે.