અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા છેલ્લી માહિતી મુજબ 5260એ પહોંચી છે. જ્યારે મૃત્યુ 343 થયા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા રેડ ઝોન વિસ્તારો અને કોટ વિસ્તારોને ખાસ ધ્યાનમાં રાખીને તેને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરને સેનિટાઈઝ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
AMC અને ફાયર વિભાગ દ્વારા શહેરમાં શરૂ થઈ મેગા સેનિટાઈઝેશન ડ્રાઇવ - અમદાવાદ ફાયર વિભાગ
અમદાવાદ શહેર ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ શહેરને સેનિટાઈઝ કરવા માટે મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારથી શહેરમાં ફેલાવાનું શરૂ થયું ત્યારબાદ શહેર ફાયર વિભાગ દ્વારા આવા પ્રકારની આ બીજી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંપૂર્ણ શહેરને આવરી લેવામાં આવશે.
શહેરના ઘોડાસર, ઇસનપુર, જમાલપુર જેવા વિસ્તાર ઉપરાંત રામાપીરનો ટેકરો, જૂના વાડજ વગેરે વિસ્તારોને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ કરાઈ છે. આ સેનિટાઈઝરના દ્રાવણમાં રુલ્સ પ્રમાણે 4% જેટલું સોડિયમ હાઇડ્રોક્લોરરાઈડનું દ્રાવણ મિલાવવામાં આવે છે. ખાસ કરીને શાકભાજીના એવા માર્કેટોને સેનિટાસાઈઝ કરવામાં આવ્યાં છે કે જ્યાંથી સુપર સ્પ્રેડર્સ મળ્યાં છે. રોડને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. કોટ વિસ્તારની એવી ગલીઓ કે જ્યાં ફાયર વિભાગના સાધનો પહોંચી નથી શકતાં, ત્યાં ડ્રોન દ્વારા પણ કરવામાં સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં લગભગ 6.25 લાખ લીટર દ્રાવણનો ઉપયોગ થઈ રહ્યો છે.
દિવસમાં દરરોજ બે વખત તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ફાયર વિભાગના 40 વાહનો ઉપયોગમાં લેવાય છે. અત્યાર સુધીમાં 25 વિસ્તારો કવર કરવામાં આવ્યાં છે. દરરોજ સવારે 09થી 12 અને સાંજે 03થી 07માં આ પ્રક્રિયા ચાલુ કરાઈ છે.