ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં મેગા સેનિટાઈઝેશન ડ્રાઈવ 87 હજારો ઘર જંતુમુક્ત કરાયાં

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સેનિટાઈઝેશન મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી. જેમાં 13 ગામોના 87,525 ઘરોને સેનેટાઇઝ કરવામાં આવ્યાં છે. આ ઘરોમાં આશરે 4,03,789 લોકો રહે છે.

અમદાવાદ જિલ્લામાં મેગા સેનિટાઈઝેશન ડ્રાઈવ 87 હજારો ઘર જંતુમુક્ત કરાયાં
અમદાવાદ જિલ્લામાં મેગા સેનિટાઈઝેશન ડ્રાઈવ 87 હજારો ઘર જંતુમુક્ત કરાયાં

By

Published : May 2, 2020, 8:39 PM IST

અમદાવાદઃ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં આ રોગનું સંક્રમણ ન વધે તે માટે ખાસ તકેદારી રખાઈ છે અને જિલ્લામાં બહારના લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં રોગને એક ચોક્કસ લેવલ સુધી અટકાવી રાખી શકવા માં સફળતા મળી છે અને કોરોનાને કારણે જિલ્લામાં એક પણ મૃત્યુ થયું નથી.

અમદાવાદ જિલ્લાના 133 ગામોના 8, 525 ઘરોના 4, 03,789 જેટલા લોકોને આવરી લેવાયા છે. જિલ્લામાં હોમ કોરન્ટાઇન હોય એવા 388 વ્યક્તિઓ આસપાસના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.આ ઉપરાંત તમામ ગામોના ફળિયા અને મુખ્ય રસ્તાઓને સેનીટાઈઝ કરાયા છે. આ માટે 11 મશીન તથા અન્ય 217 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 24 માર્ચથી આજ સુધીની આ મેઘા કામગીરીમાં 1235 કર્મચારીઓનો ઉપયોગ કરાયો હતો અને 2254 લિટર હાઈપો-ક્લોરાઇડ દવા વપરાશમાં લેવામાં આવી છે. આ માટે ધોળકા, બોપલ, બારેજા ફાયર બ્રિગેડના સાધનોનો ઉપયોગ કરીને આ કામગીરી હાથ ધરાઇ હતી એમ તેમણે ઉમેર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details