ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ દ્વારા અમદાવાદમાં બેઠકનું આયોજન - એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ

એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ દ્વારા અમદાવાદમાં બેઠકનું આયોજન એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ અને માનવ અધિકાર બોર્ડ દ્વારા આજે અમદાવાદમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ અને માનવ અધિકાર બોર્ડના સી ઈ ઓ, સભ્યો અને સરકારના પ્રતિનિધિઓની ટીમ દ્વારા આજે શાહીબાગ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

Ahmedabad News: એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ  દ્વારા અમદાવાદમાં બેઠક નું આયોજન
Ahmedabad News: એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ દ્વારા અમદાવાદમાં બેઠક નું આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 3:43 PM IST

: એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડ દ્વારા અમદાવાદમાં બેઠકનું આયોજન

અમદાવાદ: દિલ્હીથી અમદાવાદ પહોંચેલા અધિકારીઓએ આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં વિશેષ રૂપે ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજનાઓમાં જે સિદ્ધિ હાંસલ કરી તે અંગે પ્રસંશા કરતા જણાવ્યું હતું કે આખા ભારતમાં આવાસ યોજના અંતર્ગત જો સૌથી સારું કામ કર્યું હોય તો તે ગુજરાતે કર્યું છે.

સરકારની કામગીરી: ગુજરાતમાં તારીખ 6-6-2003નો જે રેવન્યુ જી આર છે. તેમાં શહેરી કક્ષા હોય કે ગ્રામ્ય કક્ષા, દરેક વિચારતા સમુદાય માટે બે ગુંઠા અને 200 વાર જમીનની મફત ફાળવણીનો રાજ્ય સરકારનો જી આર છે. આ જી આર દ્વારા અને પંડિત દીનદયાળ આવાસ યોજનાના અમલીકરણ થકી 500 જેટલી સેટલમેન્ટ કોલોનીઓ ગુજરાત સરકારે બનાવી લોકોને આવાસ પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અમદાવાદ પહોંચી:ગુજરાત સરકારે કરેલી અભૂતપૂર્વ કામગીરીની સમીક્ષા કરવા અર્થે દિલ્હીથી એનટી ડીએનટી ડેવલપમેન્ટ વેલફેર બોર્ડન સી ઈ ઓ સભ્યો અને સરકારના પ્રતિનિધિઓની ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. જ્યાં ગુજરાત સરકાર દ્વારા વિચરતા સમુદાયના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નો અને આવાસ યોજના થકી ઘરનું ઘર સ્વપ્નને સાકાર કરતા સરકારની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

આવા સમુદાયોને તેનો લાભ:ભારતમાં એવી ઘણી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જેઓ આર્થિક અને સામાજિક પછાતપણાથી પીડિત છે. ઘણા લોકો એવા છે જેને રહેવા માથે છત નથી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી શૈક્ષણિક રીતે પણ ઘણા પાછળ રહી ગયેલા આવા વિચારતી જ્ઞાતિના સમુદાયો આજે ગુજરાત સરકારના પ્રયાસથી પગભર થવા લાગ્યા છે. ત્યારે સરકારે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને આવાસ યોજનાનો લાભ આપી એક નવી દિશા બતાવી છે. ત્યારે હવે વિચારતી જ્ઞાતિ સમુદાયના સમૂહમાં હજુ પણ ઘણી કળાઓ જીવંત છે. જેને બહાર લાવવા સરકાર પ્રયાસ કરે તો આવા સમુદાયોને તેનો લાભ મળી શકે છે.

  1. Engineering Day 2023 : અમદાવાદના સ્થાનિક એન્જિનીયરીંગ કૌશલ્યએ અપાવી ગ્લોબલ હેરિટેજની ઓળખ
  2. Prostitution In Ahmedabad Spa : ઓઢવમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહવેપાર, પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details