- NHRCના સ્પેશિયલ મોનિટરે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી
- જયશ્રી ગુપ્તાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી
- મધ્યાહન ભોજન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે બેઠક
- ગ્રામ્ય કક્ષાએ કુપોષણ દૂર કરવા કરી ચર્ચા
અમદાવાદ : રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના(NHRC) સ્પેશિયલ મોનિટર ડૉ. જયશ્રી ગુપ્તા અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ડૉ. જયશ્રી ગુપ્તાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. જેમાં તેમને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ICDS વિભાગ, મધ્યાહન ભોજન યોજના વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ પણ વાંચો -'કુપોષિત ગુજરાત': 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2.41 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર
તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃતિ લાવવી
આ બેઠકમાં સરકાર દ્વારા બાળકો અને મહિલાઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓની એકમોની સમીક્ષા કરી હતી. જેમાં કુપોષણ મુક્ત ગુજરાત બનાવવું, એનિમિયા દૂર થાય, મહિલા અને કિશોરીઓમાં આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી માટેની જાગૃતિ કઈ રીતે લાવવી તથા શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુપોષણ દૂર થાય તેવા પ્રયત્નો કરવા જેવા મુદ્દાઓ અંગે સમીક્ષા કરી હતી.