આ ઝુંપડપટ્ટી તોડવાની નોટિસમાં અનુસંધાને તેમને ગાઈડ કરવાના ઉદ્દેશથી ધારાસભ્યએ ઘરે-ઘરે મુલાકાત લઈ લોકોને આશ્વાસન આપ્યું હતું. સાથે જ શનિવારની સવારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
રામોલ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીની નોટીસ મુદ્દે મિટિંગ યોજાઈ
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા 15મી જૂનના શહેરમાં આવેલા રામોલ ખાતે આશરે 1 હજાર જેટલા ઝુંપડપટ્ટી તોડવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સવારે ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા પ્રગતિ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામોલ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીની નોટીસ મુદ્દે મિટિંગ યોજાઈ
આજ રોજ તેમની હાઇકોર્ટમાં કરવા આવેલા સ્ટે. ઓર્ડર માટે રાહ જોવા વિનંતી પણ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સામે ચોમાસુ નજીક હોવાથી સરકાર તેમજ કોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તેમજ લોકોને શાંત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું.