ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વૃદ્ધાશ્રમ અને ભિક્ષુક ગૃહોમાં વસતા નાગરિકોનું મેડીકલ ચેકઅપ કરાયું - covid-19

કોરોના વાઇરસની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમ અને ભિક્ષુક ગૃહોમાં વસતા નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક સ્થળની મુલાકાત લઇ ત્યાં વસતા લોકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

etv bharat
અમદાવાદમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વૃદ્ધાશ્રમો અને ભિક્ષુક ગૃહોમાં વસતા નાગરિકોનુ મેડીકલ ચેકઅપ કરાયુ

By

Published : Apr 15, 2020, 4:50 PM IST

અમદાવાદઃ કોરના વાઇરસની મહામારી વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમો અને ભિક્ષુક ગૃહોમાં વસતા નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક સ્થળની મુલાકાત લઇ ત્યાં વસતા લોકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વૃદ્ધાશ્રમો અને ભિક્ષુક ગૃહોમાં વસતા નાગરિકોનુ મેડીકલ ચેકઅપ કરાયુ

અશક્ત અને નિરાધાર વૃધ્ધોના આરોગ્ય તપાસ કામગીરીના બીજા દિવસને અંતે 15 એપ્રિલના રોજ 700માંથી 465 વૃદ્ધોની આરોગ્ય તપાસ પૂર્ણ થઈ છે. જિલ્લાના 12 વૃદ્ધાશ્રમોમાં આશ્રિત તમામ 465 વૃદ્ધોની સ્વાસ્થ્ય તપાસ દરમિયાન કોઇ જ વૃદ્ધમાં કોરોનાના ગંભીર લક્ષણો જણાઈ આવ્યાં નથી. જ્યારે અન્ય સામાન્ય બીમારીઓ જણાતા તેઓને જરૂરી સારવાર અને દવા આપવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ બાકી રહેતા 6 વૃદ્ધાશ્રમોમાં આશ્રિત 235 વૃદ્ધોની આરોગ્ય તપાસ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. તેમજ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ભિક્ષુક ગૃહમાં 87 જેટલા ભિક્ષુકો આશરો લઈ રહ્યા છે. જેના પગલે ભિક્ષુકોના સમગ્રતયા સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે. સંસ્થામાં કોરોના વાઇરસના રોગનું સંક્રમણ અટકાવવા 87 જેટલા ભિક્ષુક અંતેવાસીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને કોરોના વાઇરસના લક્ષણો વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક વૃદ્ધ તેમજ અંતેવાસીઓને માસ્કનું વિતરણ કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details