ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેતા હાથીઓની ફીટનેસ ચેક કરાઈ હતી. 6 ડૉક્ટર્સની ટીમ દ્વારા ચેકિંગ કરવા પરીક્ષણ કરાયુ હતું. રથયાત્રામાં 1 નર અને 15 માદા હાથીનો ઉપયોગ થશે, મેડિકલ તપાસ દરમિયાન એક માદા હાથી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગમાં ખામી થવાના કારણે વધારે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. જે રથયાત્રામાં સામેલ કરવી કે ન કરવી તે અંગે નક્કી કરવામાં આવશે. બાકીના 15 હાથી તંદુરસ્ત હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે.
રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું
અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. રથયાત્રા જેના વગર રથયાત્રા ન કહી શકાય તેવા હાથીઓ માટે પણ વિશેષ પ્રકારનું આયોજન કરાયુ છે. રથયાત્રામાં કુલ 16 હાથીઓ જોડાશે. આજે તેમનું મેડીકલ ચેકઅપ કરાયુ હતું. તપાસમાં 1 માદા હાથી અનફીટ હોવાનું બહાર આવ્યુ હતું. તે હાથ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું
રથયાત્રા દરમિયાન પણ હાથીઓ સાથે 5 અલગ અલગ ટીમ રાખવામાં આવશે. જે હાથી ઉપર ધ્યાન રાખશે. જો હાથી પોતાનું સંતુલન ખોઈ બેસે તો તેના માટે અલગ પ્રકારના ઇન્જેક્શનવાળી બંદૂક રાખવામાં આવી છે. જેનાથી હાથીને નિયંત્રણમાં લઇ આવી શકાશે. હાથીઓ માટે સરસપૂર ખાતે ઘાસ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રામાં આવતા ભાવિકોને પણ હાથીને પૈસા કે ખાવાની વસ્તુ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.