ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'મેયર વિજયપથ' ગરબા મહોત્સવ યોજાશે - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદઃ સ્વચ્છતાનો સંદેશ આપવાના ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે.  તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં શેરી ગરબાની મુલાકાત લેવામાં આવશે. જેમાં સ્વસ્છતાં કાર્યોને ગુણમાં વહેંચવામાં આવશે. આ સ્પર્ધામાં જે વિજેતા રહેશે તેને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. આમ, તહેવારની ઉજવણીને અર્થસભર બનાવવા માટે અમદાવાદ સ્થાનિક તંત્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર વિજયપથ ગરબા મહોત્સવ યોજાશે

By

Published : Oct 2, 2019, 8:41 AM IST

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વિજયપથ ગરબા મહોત્સવ લાલ દરવાજા ભદ્રમાં યોજવામાં આવે છે. જેમાં વિવિધ યોજના હેઠળ ખૈલેયા વચ્ચે ગરબા સ્પર્ધા યોજવામાં આવે છે. આ વર્ષે ગરબા સ્પર્ધાને વિશેષ બનાવવા માટે તંત્રએ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાનને પ્રાધાન્ય આપ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર વિજયપથ ગરબા મહોત્સવ યોજાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં યોજાતા શેરી ગરબામાં મુલાકાત લેવામાં આવશે. ખેલૈયાઓ વચ્ચે સ્વચ્છતા અભિયનાન અંતર્ગત સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ગરબા માટે 10 ગુણ, સંસ્થાના અનાઉસમેન્ટ માટે 10 ગુણ, થીમ બેઝ્ડ સિંગલ યુઝ પ્લાસ્ટિમુક્ત અભિયાનને 10 ગુણ આપવાનું નક્કી કરાયું છે. તેમજ ટ્રેડિશનલ ગરબા અને ડ્રેસ માચે 40 ગુણ, મંડપ સેફ્ટી અને સલામતી માટે 10 અને 12 કલાકે ગરબા પૂર્ણ કરવાના 5 ગુણ કરવામાં આવશે.

આ સ્પર્ધમાં વિજેતા રહેનાર માટે પ્રોત્સાહક ઈનામ પણ રાખવામાં આવ્યું છે. પ્રથમ ક્રમાંકના વિજેતા રહેનાર સોસાયટીને 31000 રૂપિયા, બીજા ક્રમે 21000 રૂપિયા અને ત્રીજા ક્રમના વિજેતાને 11000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 4 આક્ટોબરના રોજ વિજયપથ ગરબામાં પ્રથમ આવનાર સોસયટી કે સંસ્થા વચ્ચે ગરબા સ્પર્ધા થશે. જમાં પ્રથમ આવરનારને 51,000 રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે.

ઝોન ડેટ પ્રોત્સાહક ઇનામ આ પહેલા આપનાર સોસાયટીને 31000 બીજાને 21,000 અને ત્રીજાને 11000 આપવામાં આવશે. ચાર ઓક્ટોબરના રોજ લાલ દરવાજા ભદ્રકાળી મંદિર પાસે યોજાનારા મેયર વિજયપથ ગરબામાં પ્રથમ આવનાર સોસાયટી કે સંસ્થા વચ્ચે ગરબા સ્પર્ધા થશે જેમાં પ્રથમ આવનારને 51 હજાર અને ટ્રોફી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details