ન્યૂયોર્કમાં આગામી 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ક્લાઈમેટ ચેન્જ માટેની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ક્લાઈમેટ ચેન્જ માટેની કોન્ફરન્સમાં અમદાવાદના મેયરને વક્તા તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે.
અમદાવાદના મેયર 22 થી 24 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના પ્રવાસે - મેયર ન્યુયોર્ક
અમદાવાદ: ન્યૂયોર્ક ખાતે ક્લાઈમેટ ચેન્જ માટેની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વમાંથી 7 વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના મેયરની પણ પસંદગી કરવામાં આવી છે.
etv bharat amd
આ પ્રસંગે મેયર બીજલ પટેલ જણાવે છે કે, આ વાત અમદાવાદ તેમજ પુરા વિશ્વ માટે ગર્વની વાત છે કે, અમદાવાદના મેયરને આ મોકો મળ્યો છે. અને આમાં કોર્પોરેશનને કોઈ ખર્ચો નથી. ન્યૂયોર્કથી જ બધું સ્પોન્સર કરવામાં આવ્યું છે. એટલે કોર્પોરેશનના જ પૈસે મેયર ન્યૂયોર્ક જાય છે તે વાત તદ્દન ખોટી છે.