અમદાવાદઃ ગુજરાત મેઘમહેર ચાલુ રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં વાવ સિવાય થરાદ તાલુકામાં(5 મીલીમીટર), સુઈગામ તાલુકામાં(7 મીલીમીટર), ધાનેરા તાલુકામાં (2 મીલીમીટર) અને ડિસા તાલુકામાં (2 મીલીમીટર) વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ નોંધાયો ન હતો, પણ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં(3 મીમી) જેટલો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં(1 મીમી) વરસાદ નોંધાયો હતો. જો કે, ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લા કોરા રહ્યા હતા. તો બીજી તરફ વડોદરાના પાદરા તાલુકા(17મીમી), વડોદરામાં (4 મીમી) અને વાઘોડિયામાં(3 મીમી) વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં(1 મીમી),ગોધરા તાલુકામાં(2 મીમી), હાલોલમાં (6 મીમી),જાંબુઘોડા તાલુકામાં (4 મીમી), કાલોલ તાલુકામાં(1મીમી),મોરવા હડફ તાલુકામાં( 5મીમી) વરસાદ નોંધાયો હતો. તો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં( 7 મીમી), ધાનપુર તાલુકામાં(9 મીમી), ઝાલોદ તાલુકામાં( 7 મીમી), લીમખેડા તાલુકામાં( 5 મીમી) જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓ વરસાદ વિહોણા રહ્યા હતા.