શનિવારે અરજદાર સુરેશ સિંગલ દ્વારા તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર કરવામાં આવેલા આક્ષેપ બાદ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,તેઓ અરજદારના કેસમાં વકીલ તરીકે રાજીનામું આપશે. અરજદાર સિંગલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ અને બદનકક્ષીનો દાવો કરવાની તૈયારી બતાવી હતી.જો કે, 2 દિવસ બાદ ગુરૂવારે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. વકીલ ધર્મેશ ગુર્જરના જણાવ્યા પ્રમાણે તેમના અસીલનો ફોન આવ્યો હતો અને પોતે આવેષમાં આવીને કૃત્ય કર્યું હોવાની કબુલાત કરતા બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનો દાવો કરી રહ્યા છે.
અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા અટકાવતા કેસમાં નવો વળાંક,અરજદાર અને વકીલ ગુર્જર વચ્ચે થયું સમાધાન
અમદાવાદઃ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી ન લડવાની માંગ સાથે હાઈકોર્ટ રિટ દાખલ કરવામાં આવી હતી.આ કેસમાં હાઈકોર્ટે આ મુદ્દે અરજદાર પાસેથી જવાબ માંગ્યો હતો.આ કેસમાં અરજદાર અને તેમના વકીલ વચ્ચે થયેલા વિવાદ ઉકેલાઈ જતા બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે.જેથી આ મામલે શુક્રવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી. પટેલની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે દાવો કર્યો હતો કે,કેટલાક અજાણ્યા લોકો દ્વારા કેસની અરજી પરત ખેંચવા,સુપ્રિમ કોર્ટમાં ન જવા અને અલ્પેશ ઠાકોરની સીડી આપી દેવા માટે રૂપિયા 11 કરોડની ઓફર કરાઈ હતી. ત્યારબાદ અરજદાર સિંગલ દ્વારા તેના વકીલ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને પૈસા પડાવવાનો આક્ષેપ કર્યો હતો.અરજદાર ગુર્જરે ખાનગી ટીવી ચેનલ પર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાઈકોર્ટમાં શુક્રવારે ગુર્જર તેમના અસીલ સિંગલ સ્પીકર કે, હાઈકોર્ટ સમક્ષ ચુંટણી લડી શકાય કે નહિ તે મુદ્દે જવાબ રજુ કરે તેવી સંભાવના છે.
અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું હતું કે,જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અધવચ્ચે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કામ સફળ ન થતા અજાણ્યા શખ્સોએ તેમને સુપ્રિમમાં પીટીશન ન કરવા અને અલ્પેશની ત્રણ સીડી જે અરજદાર પાસે છે તે પાછી આપી દેવા માટે રૂપિયા 11 કરોડની લાલચ આપી હતી.