અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધતા જતાં કોરોનાના કેસને લઈને વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે માસ સેનિટાઇઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેથી કરીને રેલવેના સ્ટાફ અને પેસેન્જરોને કોરોના વાયરસથી બચાવી શકાય.
આ માસ સેનિટાઇઝિંગ ટનલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-1 પર બનાવવામાં આવી છે. સ્ટેશનમાં પ્રવેશતાં દરેક વ્યક્તિએ તે ટનલમાંથી પસાર થઈને પોતાની જાતને સેનિટાઇઝ કરવાની રહે છે. આ ટનલ 20 ફૂટ લાંબી છે. ચાલતાં તમે 10 સેકન્ડમાં તેને પાર કરી શકો છો.