ગુજરાત

gujarat

ETV Bharat / state

માસ્ક-સેનેટાઈઝરઃ 104 ટીમ ચેકિંગમાં બે કલાકમાં રુ.3,83,500નો દંડ ફટકારાયો

આજથી શહેરમાં માસ્ક અને સેનેટાઇઝર તમામ ફેરિયાઓ તથા દુકાનદારોને ફરિજયાત બન્યું છે. તમામ ફેરીઆઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ પણ કરી દેવાયું છે. 4354 સેનેટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.

માસ્ક-સેનેટાઈઝરઃ 104 ટીમ ચેકિંગમાં બે કલાકમાં રુ.3,83,500નો દંડ ફટકારાયો
માસ્ક-સેનેટાઈઝરઃ 104 ટીમ ચેકિંગમાં બે કલાકમાં રુ.3,83,500નો દંડ ફટકારાયો

By

Published : May 1, 2020, 3:41 PM IST

અમદાવાદઃ લોખંડવાલા હોસ્પિટલ ગઈ કાલે તૈયારી થઈ ગઈ છે અને આજથી કામ શરૂ પણ થઈ ગયું છે. 10થી વધુ ડૉક્ટર્સ સેવા આપવા ખડેપગે છે. આજથી દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવશે. અમદાવાદમાં આજે 249 નવા કેસ, 12 મૃત્યુ થયાં છે અને ગઈ કાલે એક જ દિવસમાં 81 લોકોને રજા અપાઈ છે. સવારે એક્ટીવ કેસ 2470, વેન્ટીલેટર 46 દર્દી છે અને 2426 સ્ટેબલ દર્દી છે. લાખોની વસ્તીવાળા શહેરમાં 4642 ટેસ્ટ થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં તમામ ફેરીયાઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ કરવામાં આવ્યાં છે. 4354 સેનેટાઈઝરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.104 ટીમ દ્વારા તમામ વોર્ડમાં ચેકિંગ, 2 કલાકમાં 1326 વ્યક્તિને ₹3,83,500 નો દંડ ફટકરવામાં આવ્યો.

માસ્ક-સેનેટાઈઝરઃ 104 ટીમ ચેકિંગમાં બે કલાકમાં રુ.3,83,500નો દંડ ફટકારાયો
ઝોન મુજબ ગુજરાતના જિલ્લાઓની યાદીકેન્દ્ર સરકારે લોકડાઉનનો અંત કરવાને લઈને ફરી એકવાર ઝોન મુજબ જિલ્લાઓની યાદી બહાર પાડી છે. જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ કોરોનાની અસરકારકતાને લઈને ઝોન પાડવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદી અનુસાર ગુજરાતમાં રેડ ઝોનમાં 5ના બદલે હવે 9 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટનો રેડના બદલે ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં 9 જિલ્લા, ઓરેન્જમાં 19 અને ગ્રીનમાં 5 જિલ્લાનો સમાવેશ થાય છે. લોકડાઉન ઉઠાવી લીધા બાદ રેડ ઝોનને કંઈ જ રાહત નહીં મળે જ્યારે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનને આંશિક રાહતો મળવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details