અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં સવારે બાઇક પર જઈ રહેલા એક યુવકને પતંગનો દોરો ગળા પાસેથી પસાર થતા ઘાયલ થયો હતો. જેને એલ.જી.હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેને 28 ટાંકા આવ્યા હતા.
અમવાદમાં ઉતરાયણના આનંદ વચ્ચે અકસ્માતો હારમાળા, 1નું મોત તો અનેક ઘાયલ - લેટેસ્ટ ન્યુઝ ઓફ અમદાવાદ
અમદાવાદ: ઉત્તરાયણના તહેવારમાં લોકો મસ્ત બનીને પતંગ ઉડાવે છે. ત્યારે કપાયેલા પતંગ કે અન્ય માંજાના કારણે પશુ-પક્ષી સહિત લોકોને ગંભીર ઈજા પહોંચે છે. એવા અનેક કિસ્સાઓ શહેરભરમાં જોવા મળ્યાં હતા. જેમાં અનેક લોકોને ધારદાર દોરાના કારણે ગભીર ઈજા પહોંચી હતી. તો એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

અનેક ઇજાગ્રસ્ત,એક યુવકનું મોત
અનેક ઇજાગ્રસ્ત,એક યુવકનું મોત
ઉપરાંત રામોલ રિંગ રોડ પર 1 બાઇક ચાલક પતંગના દોરાથી બચવા જતા અન્ય બાઇક સાથે અથડાયો હતો. જેમાં એક બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે બીજો બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આમ, અલગ અલગ વિસ્તામાં અનેક લોકોને દોરના કારણે નાની મોટી ઇજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 108ને 2421 કોલ મળ્યા હતા. જેમાંથી 147 કોલ દોરીના કારણે ઇજા પહોંચવાના હતા.