ગુજરાત કોંગ્રેસમાં અનેક પ્રમુખ આવ્યા પરંતુ કેમ સત્તા પર ન આવી શક્યા, જૂઓ અહેવાલ - હિન્દી રાષ્ટ્રીય મહાસભા ની સ્થાપના કોણે કરી હતી
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી કોંગ્રેસ સત્તાથી(Gujarat Congress)દૂર રહેલી છે. જેમાં અનેક પ્રમુખો બદલાય તેમ છતાં પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસ જીતી શકી નથી. જાણો ક્યાં ક્યાં પ્રમુખ બદલાય અને કોંગ્રેસનો શું પરિસ્થિતિ છે.
ગુજરાત કોંગ્રેસમાં અનેક પ્રમુખ આવ્યા પરંતુ કેમ સત્તા પર ન આવી શક્યા, જૂઓ અહેવાલ
By
Published : May 28, 2022, 2:34 PM IST
|
Updated : May 28, 2022, 3:41 PM IST
અમદાવાદઃગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર (Indian National Congress )રહેલી છે. જેમાં અનેક પ્રમુખો બદલાય તેમ છતાં પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસ જીતી શકી નથી, ત્યારે જાણો ક્યાં ક્યાં પ્રમુખ બદલાય અને કોંગ્રેસનો શું પરિસ્થિતિ છે. ગુજરાતમાં અને કેન્દ્રમાં કોંગ્રેસનું (Gujarat Congress)જબરદસ્ત વર્ચસ્વ રહેલુ હતું, ગુજરાતમાં વર્ષ 1921માં સરદાર પટેલથી લઈ વર્ષ 1997 પ્રબોધ રાવળ સુધી કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ ટકાવવામાં મજબૂત હતી.
કોંગ્રેસ
નવનિર્માણ આંદોલન અને આંતરિક વિખવાદ એપી સેન્ટર બન્યું -પરંતુ ત્યારબાદ ધીમે ધીમે કોંગ્રેસ પક્ષમાં અંદરોઅંદર નારાજગી અને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયા હતા. જેની અસર કેન્દ્રમાં પણ જોવા મળી હતી. જેથી નારાજ નેતાઓએ બળવો કરી કોંગ્રેસ માંથી છેડો ફાડી પક્ષથી દૂર થઇ ગયા હતા. જેમાં એકમત એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ (Gujarat Pradesh Congress Committee)સત્તાથી દૂર થઈ તેની પાછળ ગુજરાતમાં થયેલા નવનિર્માણ આંદોલન અને આંતરિક વિખવાદ એપી સેન્ટર બન્યું હતું. જે બાદ કોંગ્રેસ કેન્દ્રમાં અને અલગ અલગ રાજ્યોમાં સત્તારૂઢ થવા લાગી હતી. કઈ સાલમાં કોણ હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ
ક્રમ
નામ
વર્ષ
1
સી ડી પટેલ
1997 થી 2001
2
અમરસિંહ ચૌધરી
2001 થી 2002
3
શંકરસિંહ વાઘેલા
2002 થી 2004
4
બી.કે.ગઢવી
2004 થી 2005
5
ભરતસિંહ સોલંકી
2006 થી 2008
6
સિદ્ધાર્થ પટેલ
2008 થી 2011
7
અર્જુન મોઢવાડીયા
2011 થી 2015
8
ભરતસિંહ સોલંકી
2015 થી 2018
9
અમિત ચાવડા
2018 થી 2021
લોકોનો વિશ્વાસ તૂટતો ગયો -ગુજરાત કોંગ્રેસ સત્તાથી દૂર જવા પાછળ અનેક કારણો જોડાયેલા છે. કોંગ્રેસ જે સમયે સત્તામાં રહેલ હતી. તે દરમિયાન કેન્દ્ર અને રાજ્યોમાં અનેક લોકોને વિશ્વાસ રહ્યો હતો. પરંતુ જ્યારે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસનું ગઠબંધન અને ત્યાંથી કોંગ્રેસ પ્રત્યે લોકોનો નારાજગી દોર શરૂ થયો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ તૂટતો ગયો હતો. ત્યાંથી આજ દિવસ સુધી કેન્દ્રમાં અને અનેક રાજ્યોમાં કોંગ્રેસ પ્રજામાં વિશ્વાસ જીતી શકી નથી.
લોકોની આશા કોંગ્રેસ પ્રત્યે જાગી શકે -ગુજરાત કોંગ્રેસ સત્તાથી દૂર રહેલી છે. ત્યારથી અનેક પ્રમુખ બદલાય છે. પરંતુ કોંગ્રેસે જે બેઝ તૈયાર કરવો જોઈએ તે કરવામાં હજુપણ ક્યાંક નિષ્ફળ રહેલી છે. આ અંગે રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ જણાવ્યું કે કોંગ્રેસ પોતાના જુના નેતાઓથી જ આગળ વધી રહી છે. આધુનિક યુગમાં તેમને બદલાવવાની જરૂર છે. ગુજરાત કોંગ્રેસે સૌ પ્રથમ યુવાનોના હાથમાં પ્રભુત્વ આપવું જોઈએ છે. ત્યારબાદ સિનિયર નેતાઓએ દરેક જિલ્લાઓમાં જઈ ત્યાંના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી, જિલ્લામાં વર્ચસ્વ કેળવવું, પ્રજાની વચ્ચે સતત સંપર્કમાં રહેવું જોઈએ છે. પ્રજાને તમે શું મદદ કરી શકો છે. કોંગ્રેસ સત્તામાં આવે તે તેનો ફાયદો પ્રજાને શું થઈ શકે તેની બ્લ્યુ પ્રિન્ટ પ્રજાને સમજાવી જોઈએ છે. ત્યારે લોકોની આશા કોંગ્રેસ પ્રત્યે જાગી શકે છે.
કોંગ્રેસે પ્રજા સાથે રહેલો સતત સંપર્ક ગુમાવી દીધો -રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં પ્રથમ મુદ્દોએ રહેલો છે કે ગુજરાત કોંગ્રેસે પ્રજા સાથે રહેલો સતત સંપર્ક ગુમાવી દીધો છે. બીજું કોંગ્રેસના સિનિયર નેતાઓની સત્તા પક્ષ સાથે રહેલો જુગલબંધી અથવા જોડાણ અને લાભ ક્યાંથી મળે તેવી વૃત્તિ રહેલી છે. ત્રીજું કોંગ્રેસ સેવાદળ જેવી સંસ્થા પહેલા કાર્યકરોને વૈચારિક રીતે તૈયાર કરતી હતી, જે સંસ્થાનો વીંટો વળી ગયો છે. હાલ સેવાદળમાં રાષ્ટ્રીય સ્તરે લાલજી દેસાઈને મુકવામાં આવ્યા છે. પરંતુ તેનું જે ઘડતર થવું જોઈએ વૈચારિક રીતે થઈ રહ્યું નથી, તેમાં માત્ર રાહુલ ગાંધી કી જય, સોનિયા ગાંધી કી જય, ઇન્દિરા ગાંધી કી જય બોલાવ્યા કરવાથી અને ચાપલુસી કરવાથી હોદ્દો મળતા હોય તો બીજે શું કામ મહેનત કરવી તેવી છબી ઉભી થઇ છે. આ બધી સાગમપેજ ઉભી થઇ છે. તેના કારણે કોંગ્રેસ આટલા વર્ષોથી સત્તા થી દુર છે. કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધીમાં જીતવા માટે થઈ જે જુસ્સો અને આક્રમણ રીતે જીતવાની રાહે મેદાનમાં લડત હતા આ પ્રકારનો નૈતિક જુસ્સો કોંગ્રેસમાં હવે રહ્યો નથી, હાલ ગુજરાત કોંગ્રેસનો કોઈપણ નેતાને મળીએ તો તે રોદડા રડતો હોય છે.. આ બધી સાગમપેજ થકી કોંગ્રેસ હારતી રહી છે. જેમાં અત્યાર સુધીના પ્રમુખથી લઈ તમામ લોકો આવી ગયા છે.