ગુજરાત

gujarat

ETV Bharat / state

બે યુવતીઓના મૃતદેહ બદલાઈ જવાના મામલે કરાઈ તાપસ કમિટીની રચના - V.S. hospital

અમદાવાદઃ શુક્રવારે અમદાવાદની વી.એસ. હોસ્પીટલમાં મૃતદેહ એક્સચેન્જ મામલે હોબાળો મચી ગયો હતો. ત્યારે આજે હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન મનિષ પટેલે આ મુદ્દે કહ્યુ કે, આ બાબત પાછળ જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હશે તેમની વિરુદ્ધ યોગ્ય પગલા લેવામાં આવશે.

મનિષ પટેલ

By

Published : May 11, 2019, 1:44 PM IST

Updated : May 11, 2019, 3:57 PM IST

હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડને જણાવ્યું કે, આ ઘટના બની તેમાં એક સર્વન્ટની ભૂલ છે અને હાલ તેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. હત્યાનો કેસ હતો જેમાં મિતલ જાદવના મૃતદેહને પોલીસ અને પરિવારે તપાસ કરીને લીધી હતી અને ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ સહી કરી મૃતદેહ સ્વીકાર્યો હતો.

મનિષ પટેલ

હોસ્પિટલમાં મૃતદેહ પર ટેગ લગાવવામાં આવતા હોય છે, પરંતુ સર્વન્ટની ભૂલ છે કે તેણે ટેગમાં ગરબડ કરી. આ ઘટનાની તપાસ માટે એખ કમિટિની રચના કરવામાં આવી છે, જમાં 2 ડોક્ટર અને 3 રિસ્પોનસીબલ વ્યક્તિનો સમાવેશ થાય છે. પોસમોર્ટમ બાદ વધુ તાપસ થશે અને કમિટીના રિપોર્ટ બાદ તુરંત પગલાં લેવાશે.

Last Updated : May 11, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details