ગુજરાત

gujarat

ETV Bharat / state

2 મહિનાથી ઈલેક્ટ્રીક બસો અમદાવાદમાં ફરતી હોવાનો કોંગ્રેસનો દાવો, ઉદ્ઘાટન ફ્કત દેખાડો - gujarati news

અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમના દ્વારા અમદાવાદમાં ઈલેક્ટ્રીક બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટી પર દેખાડો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી અમદાવાદમાં ઈલેક્ટ્રીક બસો ફરે છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત દેખાડો કરે છે.

2 મહિનાથી ઈલેક્ટ્રિક બસો અમદાવાદમાં ફરતી હોવાનો કોંગ્રેસનો દાવો, ઉદ્ઘાટન ફ્કત દેખાડો

By

Published : Aug 29, 2019, 10:45 PM IST

ઈલેક્ટ્રીક બસોની પહેલને કોંગ્રેસે આવકારી હતી. પરંતુ બીજેપી દ્વારા ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને બીજેપી દ્વારા ફક્ત દેખાડો કરવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહે તેમના ભાષણમાં સ્વચ્છતા અને પ્રદૂષણની વાતો કરી ત્યારે દેશમાં પ્રદૂષિત 25 નદીઓમાં 20 નદીઓ ગુજરાતની છે.

નર્મદા, સાબરમતી અને તાપી નદીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય વૃક્ષ નીતિ 1998 પ્રમાણે એક તૃતીયાંશ ભાગ વૃક્ષો હોવા જોઈએ જેટલા વૃક્ષો ગુજરાતમાં નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 10 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે.

2 મહિનાથી ઈલેક્ટ્રિક બસો અમદાવાદમાં ફરતી હોવાનો કોંગ્રેસનો દાવો, ઉદ્ઘાટન ફ્કત દેખાડો
વધુમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવતા જણાવ્યું હતું કે, એએમટીએસની ફક્ત 40 બસો અમદાવાદમાં ફરે છે. જ્યારે બાકીની બસો ખાનગી બસ ચાલકોની છે. ભારતીય જનતા પાર્ટી ખાનગી બસ ચાલકોને ફાયદો કરાવે છે અને કોર્પોરેશનને દેવામાં ડુબાડી દીધું છે. એક સમયે લાલ બસો અમદાવાદ નિશાન હતી. ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઇલેક્ટ્રીક બસ ઉદ્ઘાટન મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા 2 મહિનાથી ઈલેક્ટ્રીક બસો ફરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત દેખાડો છે.

ABOUT THE AUTHOR

...view details