આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે, યુવાઓનું નેતૃત્વ કરનાર હાર્દિકે ચૂંટણી લડી શકે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો હાર્દિક ચૂંટણી લડત તો સરકારને ફટકો પડત જેથી ભાજપ ડરી ગયી છે. સંઘર્ષ કરતા યુવાનની લડતા અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા અને હાર્દિકને ચૂંટણી લડવા રોકવા ઇચ્છતા હતા, જેમાં તેઓ સફળ થયા છે.
હાર્દિક પટેલની ચૂંટણી નહિ લડી શકવા મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા - reply
અમદાવાદ: પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. વિસનગર ખાતે MLA ઓફિસમાં તોડ ફોડ મામલે હાર્દિકને સજા થઈ હતી. જેને લઈ હાર્દિક દ્વારા હાઇકોર્ટમાં સજા ઉપર સ્ટે માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા શુક્રવારે હાર્દિકની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડી નહીં શકે.
![હાર્દિક પટેલની ચૂંટણી નહિ લડી શકવા મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2843806-thumbnail-3x2-manish.jpg)
મનીષ દોશી, પ્રવક્તા, કોંગ્રેસ
મનીષ દોશીની પ્રતિક્રિયા
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, પાટીદાર આંદોલનના કારણે ભાજપની જનવીરોધી નીતિનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. જેને લીધે ભાજપ યુવા નેતાને દબાવવાવનો પ્રયાસ કરી રહી છે. આગળ જરૂરી જે કંઈ કાયદાકીય પ્રક્રિયાઓ હશે. તેનો સહારો લેવામાં આવશે અને હાર્દિક હવે આગામી દિવસોમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. ભાજપની જન વિરોધી નિતિઓને લોકો સમક્ષ લઈ જશે.