અમદાવાદ: વૈશાખી પૂર્ણિમાએ મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા.
મણિનગરમાં વૈશાખી પૂર્ણિમાએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર કરાયો - covid-19
વૈશાખી પૂર્ણિમાનો દિવસ ભારતના ધાર્મિક ઇતિહાસમાં અતિ મહત્ત્વનો દિવસ છે. હિંદુ સંસ્કૃતિમાં પૂર્ણિમાનું ખાસ મહત્વ રહેલું છે. તેમાં પણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને આસ્થાળુઓ ભક્તિભાવ સાથે ઉજવતા હોય છે. જેમાં વૈશાખી પૂર્ણિમાએ મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા.
ધોમધખતા તાપમાં પણ દર્શનાર્થીઓની દર્શન કરવાની અડગ શ્રદ્ધા વચ્ચે સુખરૂપ દર્શન કરવાનો પરમ સંતોષ સંતો-ભક્તોએ લાઈવ દર્શનથી માણ્યો હતો. મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય પૂજારી સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાન-ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિ મૂર્તિઓને ચંદનના કલાત્મક વાઘાથી મનોરમ્ય સજાવટ કરી ભક્તિ અદા કરી હતી.
જેનાં લાઈવ દર્શન દેશ-વિદેશમાં વસતા સત્સંગી હરિભક્તો તથા અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓએ લોકડાઉનના સમયે ઘર બેઠાં કર્યાં હતાં.