અમદાવાદના મણિનગર રેડ ઝોનમાં છતાં પબ્લિક માનતી નથી - કોરોના રેડ ઝોન
અમદાવાદના મણિનગર વિસ્તારને ગઈકાલે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે રેડ ઝોનને ખૂબ જ high alert કરવામાં આવતું હોય છે અને તકેદારીના સૌથી વધુ કડક અને ચુસ્ત પગલાં લેવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવેલો છે. પરંતુ મણિનગરના ઝઘડિયા બ્રિજ ઉપરથી અવરજવર કરતા સામાન્ય દિવસ જેટલો જ ફુલ ટ્રાફિક જોતા એવું લાગતું નથી, કે મણિનગરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે.
અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ મહા આતંક ફેલાવ્યો છે. વિશ્વભરમાં બે લાખથી વધુ લોકોને પોતાના ભરડામાં લીધેલા છે.કોરોના વાઇરસના કારણે હાલમાં સમગ્ર ભારતમાં lock down કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને લોકો ઘરમાંથી બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં પણ ભરવામાં આવ્યાં છે. અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ તેમજ કારમાં ફક્ત બે જ વ્યક્તિને અગત્યનું કામ હોય તો જ બહાર જવાની સૂચના આપવામાં આવેલી છે. માટે એમ કહી શકાય કે વાહનચાલકો માટે પણ બહાર નીકળવાની પરમીશન આપવામાં આવી નથી. હાલમાં અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળે છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદની મધ્યે આવેલી વી એસ હોસ્પિટલની એસ.વી.પી હોસ્પિટલમાં તો દર્દીઓ માટે જગ્યા પણ નથી. એટલે અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં કહી શકાય છે.