અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. કોંગ્રેસ નેતાને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યો છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક કોર્ટમાં અનેક વખત હાજર નહતો રહેતો. જેથી હાજર ન રહેતા અંતે કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ 6 કલાકમાં જ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જામીન બાદ માણસા પોલીસે કરી ધરપકડ
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટેમાં હાજર ન રહેતા ધરપકડ કરી હતી. જે બાદ હાર્દિક પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યાં હતા. હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવતા જ માણસા પોલીસે ધરપકડ કરી છે.
હાર્દિક પટેલ
વિરમગામ નજીક હાંસલપુર ચોકડીથી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ બાદ હાર્દિકને જામીન પણ મળી ગયા હતા અને જામીન મળતા જેલની બહાર અવતાની સાથે જ હાર્દિકની માણસા પોલીસે જાહેરનામામાં ભંગની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.
નોધનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ જે હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં સરકારી સંપત્તિ થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ દિનેશ બામણીયા સહિત કેટલાક પાટીદાર બંધુઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો.