ગુજરાત

gujarat

ETV Bharat / state

MCMની ડીગ્રી ધરાવતા તુષારભાઈ શા માટે કરે છે આ વ્યાપાર, જાણો તેમની કહાણી... - MCMની ડીગ્રી

એક સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ જે તે ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી હિતાવહ છે. પરંતુ ભણતર પાછળ ખર્ચ કર્યા બાદ યોગ્ય તક ના મળે તો ઘણીવાર નાસીપાસ થઈ જતા હોય છે. આજે અમદાવાદના એવા યુવાનની વાત કરવી છે કે જેમની પાસે MCMની ડિગ્રી હોવા છતાં કોઈપણ જાતની શરમ વગર ઈડલી અને કાંદા વડાની(larry of idli and Kanda Vada) લારી ચલાવીને આત્મનિર્ભર તરીકેની પોતાની ઓળખ બનાવી છે.

MCMની ડીગ્રી ધરાવતા તુષારભાઈ શા માટે કરે છે આ વ્યાપાર, જાણો તેમની કહાણી...
MCMની ડીગ્રી ધરાવતા તુષારભાઈ શા માટે કરે છે આ વ્યાપાર, જાણો તેમની કહાણી...

By

Published : May 11, 2022, 7:30 PM IST

અમદાવાદ: આપણે ઘણા યુવકો અને યુવતીને જોતા હોઈએ છીએ જે સારો સારો અભ્યાસ કરીને પણ જીવનમાં આગળ વધવા માટે તેમને મનગમતી પ્રવુતિઓ કરતા હોય છે અને તેમાંથી સફળતા મેળવતા હોય છે. આજે આપણે એક તેવા જ બનાવની વાત કરી રહ્યા છીએ. જેમાં અમદાવાદના એક યુવક પાસે કોમ્પ્યુટર મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી હોવા છતાં આજે કોઈપણ જાતની શરમ વગર ઈડલી અને કાંદા વડાની લારી ચલાવીને આત્મનિર્ભરતુષારભાઈ તરીકે (Atmanirbhar tusharbhai in ahmedabad )પોતાની ઓળખ બનાવી છે.

આત્મનિર્ભર

લારી ચલાવીને પોતાની ઓળખ બનાવી -એક સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ જે તે ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી હિતાવહ છે. પરંતુ ભણતર પાછળ અધધ ખર્ચ કર્યા બાદ જો યુવાનોને એ ફિલ્ડમાં યોગ્ય તક ના મળે તો ઘણીવાર નાસીપાસ પણ થઈ જતા હોય છે. આજે અમદાવાદના એક એવા યુવકની વાત કરવી છે કે જેમની પાસે કોમ્પ્યુટર મેનેજમેન્ટની માસ્ટર ડીગ્રી(Master Degree in Computer Management) હોવા છતાં આજે કોઈપણ જાતની શરમ વગર ઈડલી અને કાંદા વડાની લારી ચલાવીને આત્મનિર્ભર તુષારભાઈ તરીકે પોતાની ઓળખ બનાવી છે.

ઈડલી અને કાંદા વડાની લારી શરૂ કરી -કોઈપણ પ્રકારની શરમ કે પછી સંકોચ રાખ્યા વગર આ અમદાવાદીએ ટિફિન સેવા શરૂ કરી હતી. પરંતુ એમાં પણ યોગ્ય સફળતા ન મળતા તેણે આખરે ઈડલી અને કાંદાવડાની લારીની શરૂઆત કરી છે. સવારમાં માત્ર ચારથી પાંચ કલાકમાં જોબ કરતા પણ વધુ કમાણી કરી રહ્યા છે. આ વાત છે અમદાવાદના તુષારભાઈ ત્રિવેદી તેમણે મણિનગર સ્વામિનારાયણ મંદિરથી માત્ર અડધો કિલોમીટર દૂર આત્મનિર્ભર તુષારભાઈ નામથી ઈડલી અને કાંદા વડાની લારી શરૂ કરી છે.

આ પણ વાંચોઃજામનગરની ખાખરા ક્વિન બીજલબા જાડેજાએ, 25 મહિલાઓને બનાવી આત્મનિર્ભર જાણો કઇ રીતે...

2012માં કોમ્પ્યુટર મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો -તુષારભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે 2012માં કોમ્પ્યુટર મેનેજમેન્ટ અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર પછી તમામ લોકોની જેમ નોકરી માટે શોધખોળ શરૂ કરી દીધી હતી. જે પછી મને એક ખાનગી કંપનીમાં જોબ મળતા મારી આ કામગીરીને શરૂ કરી હતી. પરંતુ 2016માં જોબનો પ્રોજેક્ટ પૂર્ણ થતા હું ઘણો જ ચિંતામાં મુકાઈ ગયો હતો. હવે આગળ શું કરવું એ વિચાર સતત મનમાં ફર્યા કરતો હતો.

કોઈપણ સ્થિતિમાં નાસીપાસ ન થવું - આ સમય દરમિયાન ટિફિન સેવા શરૂ કરવાનો વિચાર આવતા તેની શરૂઆત કરી દીધી પરંતુ આ કામમાં પણ મને જોઈએ એવો સંતોષ પ્રાપ્ત ન થયો અને બીજી તરફ કોરોના જેવી મહામારી આવી અને એ ટિફિન સેવા બંધ થઈ ગઈ હતી. ત્યારે થોડો નિરાશ પણ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ 2021માં ઈડલી અને કાંદા વડાની લારી શરૂ કરીને તેને નામ આપ્યું આત્મનિર્ભર તુષારભાઈ. તેમને વધુમાં કહ્યું કે આ તુષારભાઈ ત્રિવેદી એક ઉદાહરણ છે કે કોઈપણ સ્થિતિમાં નાસીપાસ ન થવું જોઈએ પરંતુ તે સમયનો સામનો કરીને પોતાની રીતે પગભર થવું જોઈએ.

આ પણ વાંચોઃWomen Empowerment in Tapi : કોની મદદથી આ ગામની 15થી વધુ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર?

લારી ખોલવાનો વિચાર આવ્યો -તુષારભાઈ આગળ જણાવે છે કે, ટિફીન બનાવવામાં મારી પત્ની મદદ કરતી હતી. પણ મારુ યોગદાન શું? એટલે મે આત્મનિર્ભર બનવાનો વિચાર કર્યો. પછી મને ઈડલી, કાંદા વડાની લારી ખોલવાનો વિચાર આવ્યો. બાદમાં સ્વામિનારાયણ મંદિરથી થોડે દૂર આત્મનિર્ભર તુષારભાઈ નામથી ઈડલી વડાની લારી ખોલી. ઈડલી વડાની લારી ખોલતા પહેલાં હું મારી પત્ની પાસેથી આ તામમ ચીજવસ્તુઓ બનાવતા શીખ્યો. અહીં આવતા અનેક ગ્રાહકો આત્મનિર્ભર તુષારભાઈ નામ વાંચીને મને સવાલ કરે છે. ત્યારે હું એટલું જ કહું છું કે, હું પોતે મારા પગ પર ઉભો રહેવા માંગતો હતો. એટલે આ નામ આપ્યું. અનેક લોકોએ મને આ નામ બદલી નાખવાની પણ સલાહ આપી હતી. શરૂઆતમાં જ્યારે ઈડલીની લારી ખોલી ત્યારે કેટલાક લોકો એવું પણ કહેતા કે આટલું બધું ભણ્યો હોવા છતા ઈડલીની લારી ચલાવે છે. પણ મને આ કામથી સંતોષ છે અને હું ખુશ છું. આજે લોકોની ટિપ્પણી, મેણાં, ટોણાં ગણકાર્યા વગર હું વટથી ધંધો કરું છું. લોકોનું કાને ધર્યા વગર આ કામમાં મારા 100 ટકા આપું છું. આજે હું સવારે 8 વાગ્યાથી બપોરના 1-2 વાગ્યા સુધી મારો આ ધંધો કરું છું અને ખુશ છું. ઈડલીની લારી ખોલ્યાના શરૂઆતમાં થોડી તકલીફ પડી હતી, પણ હવે બધુ વેલ સેટ છે.

ABOUT THE AUTHOR

...view details