અમદાવાદઃઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરીને આરોપી એને સુરત લઈ ગયો હતો. જ્યાં સુરત રેલવે સ્ટેશન પર આવેલા એક બાથરૂમમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં પોક્સો સ્પેશ્યલ કોર્ટ જજ પરેશ સયાણીએ આરોપી ઉજ્જવલ ગૌડને વીસ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે રૂપિયા એક લાખનો દંડ પણ ભરવા માટે આદેશ કર્યો છે. પીડિતાને એક લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.
શું છે ચૂકાદામાંઃ પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજ પરેશ સયાણીએ ચૂકાદામાં જણાવ્યું હતું કે, આરોપીએ સુરતના રેલવે સ્ટેશન પર આવેલા એક બાથરૂમમાં ખોટી રીતે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. એવું પીડિતાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. તબીબોએ પણ આ હકીકત સાથે ખરાઈ કરી છે. સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 11 સાક્ષીઓની તપાસવામાં આવ્યા હતા. 14 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
સમાજમાં ઉદાહરણઃ આ સમગ્ર કેસમાં કોર્ટનું મહત્વનું અવલોકન એ કરવામાં આવ્યું હતું કે, અત્યારે સમાજની અંદર ખૂબ જ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે ભોગ બનનારની ઉંમર માત્ર 13 વર્ષની છે. આરોપીએ પીડિતાની કાયદાનો અજ્ઞાનતાનું લાભ લઈને તેના પર દુષ્કર્મ કર્યું છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આવા કેસમાં સખતમાં સખત સજા કરવી જોઈએ આવા ગુના ને ચલાવી લેવા ન જોઈએ.
શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગત જોઈએ આ સમગ્ર બનાવ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારનો છે. આરોપી ઉજ્જ્વલ ગૌડ અને પીડિતા બંને એક જ સોસાયટીના બાજુના ઘરમાં રહેતા હતા. ઉજ્જવલ્લે સગીર દીકરી સાથે અભ્યાસના મદદ કરવાના બહાને વાતચીત કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ ફોનમાં વાતચીત કરતા તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તારીખ 26 /5 /2021 ના રોજ પીડીતાના માતા પિતા કામ માટે બહાર ગયા હતા ત્યારે પીડિતાને સ્કૂલનું હોમવર્ક કરવા માટે પેન્સિલ લેવા માટે બહાર ગઈ હતી.
વડોદરા લઈ ગયોઃ જેની જાણ ઉજ્જવલે થતા જ તે દીકરીને જબરદસ્તીથી એસટી બસમાં બેસાડીને વડોદરા લઈ ગયો હતો અને ત્યાંથી સુરત રેલવે સ્ટેશન પર લઈ જઈને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ બાથરૂમમાં દીકરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી બન્ને મુંબઈ ગયા હતા. સગીરા દીકરીના માતા પિતાને જાણતા જ તેમને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રેપ અને અપહરણની ફરિયાદઃ અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. જોકે ત્યારબાદ દીકરીએ સમગ્ર વાત માતા-પિતાને જણાવતા તેની સામે પોક્સો એકટ હેઠળ ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર કેસ સેસન્સ કોર્ટમાં ચાલતા આજ ફરિયાદીને સખત 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
- High Court Verdict on Rahul Gandhi: માનહાનિ કેસમાં હાઈકોર્ટ અરજી ફગાવી દીધી
- Gujarat High Court: હાઇકોર્ટને મળ્યાં બીજા મહિલા ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલની નિમણૂંક