ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગટરમાં ઉતરેલા સફાઈ કર્મીનું ગુંગણામણથી મોત - dead in drainage

અમદાવાદઃ વેજલપુર વિસ્તારમાં સફાઈ કર્મી મળની ગટર સાફ કરવા અંદર ઉતર્યો હતો. જરુરી સેફ્ટીના સાધનો વગર ગટરમાં ઉતરેલા આધેડનું ગુંગણામણથી મોત નિપજ્યુ હતું. પોલીસ આ મામલે સફાઈ કરવા માટે બોલાવનાર સોસાયટીના રહીશો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગટરમાં ઉતરેલા સફાઈ કર્મીનું ગુંગણામણથી મોત

By

Published : Jun 1, 2019, 7:57 PM IST

અમદાવાદ જુહાપુરા વિસ્તારમા અજીમ પાર્ક સોસાયટીના રહીશોએ સફાઈ કર્મીને ગટર સાફ કરવા બોલાવ્યો હતો. 54 વર્ષીય ચંદુભાઈ વાળા કોઈ પણ સલામતી વગર મળથી ખદબદતી ગટરમાં ઉતર્યા હતા. સફાઈ કરતી વેળા ઓકિસ્જનની અછત સર્જાય હતી. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ શરુ થઈ હતી. તેમનો બચાવ થાય એ પહેલા જ ચંદુભાઈએ ગુંગણામણના કારણે શ્વાસ તોડી નાંખ્યા હતા. તેમનું મોત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગટરમાં ઉતરેલા સફાઈ કર્મીનું ગુંગણામણથી મોત

પોલીસે ચંદુભાઈને સફાઈ કરવા બોલાવનાર અને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો નહીં આપનાર સોસાયટીના રહીશો વિરુધ્ધ મનુષ્યવધની કલમ 304(A) મુજબ ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા લોકોની તપાસ શરુ કરી છે. વેજલપુર પોલીસે આ પ્રકારનો ગુનો નોંધી દાખલો બેસાડ્યો છે. ઉલ્લેખનિય છે કે, મોબાઈલનો ઉપયોગ નહીં કરનાર ચદુભાઈને કોણે સફાઈ માટે બોલાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details