ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જન્મદિવસ નિમિતે ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ - ahemdabad crime

અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરવું એરફોર્સના એરમેને ભારે પડ્યું છે. જન્મદિવસે નિમિતે થોડા દિવસ પહેલા આનંદનગરમાં આવેલ ઍટલાન્ટિક ખાતે પોતાની લાયસન્સ ગન વડે એરફોર્સના એરમેન ફાયરિંગ કર્યું હતું. પોલીસે ફાયરિંગ કરનાર એરમેન કુલદીપ સિંહ સહિત તેના મિત્ર કરણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી.

crime

By

Published : Sep 24, 2019, 6:18 AM IST

જન્મદિવસે નિમિતે થોડા દિવસ પેહલા આનંદનગરમાં આવેલ ઍટલાન્ટિક ખાતે પોતાની લાયસન્સ ગન વડે એરફોર્સના એરમેન ફાયરિંગ કર્યું હતું. પોલીસે ફાયરિંગ કરનાર એરમેન કુલદીપ સિંહ સહીત તેના મિત્ર કરણ ઠાકોર નામના આરોપી ની ધરપકડ કરી હતી.

આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા વિનસ ઍટલાન્ટિક કોમ્પ્લેકસ પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગ કર્યુ હતું. સમગ્ર મામલે આનંદનગર પોલીસે એરફોર્સના એરમેન કુલદીપ સિંહ અને તેના સાથી કરણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી. કુલદીપ સિંહ રિવોલ્વરનું જમ્મુ કાશ્મીરનું લાઇસન્સ ધરાવે છે અને તેના ગામ રતનપુર ખાતે કરણ સાથે જન્મદિવસ હોવાથી કેક લઈને ઉજવણી કરવા અમદાવાદ આવ્યા હતા.

અમદાવાદમાં જન્મદિવસ નિમિતે ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ

તાજેતરમાં જ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાને તલવાર વડે કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે, આ યુવાનોનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને યુવાન સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. આવો બનાવ શહેરના આંદનગરમાં પણ બન્યો વિનશ ઍટલાન્ટિક ખાતે ફાયરિંગ થતા આજુબાજુના રહીશે કંટ્રોલ ફોન કરી જાણકરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક કાર મળી આવી હતી, જે ગાડીમાંથી પોલીસને એક રિવોલ્વર અને એક જીવતો તથા એક ફુટેલો કારતુસ કબ્જે કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન કુલદિપ નામના યુવકનું નામ કેક પરથી મળી આવ્યું હતું તે, યુવક કોણ છે. અને ફાયરિંગ કરનાર યુવકો પણ કોણ છે તે અંગે તપાસ હાથ ધરી હતી. કાર માલિકને પણ પોલીસે અટકાયતમાં લીધા બાદ તેની પણ પુછપરછ કરવામાં આવી હતી. ગાડી તેનો ભાણીઓ અને મિત્રો વાપરતા હોવાનો ખુલાસો થયો છે. જેની પુછપરછ બાદ આરોપીને બાતમીના આધારે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details