- આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો
- મહિને 15,000 રૂપિયા પગારની બાહેંધરી આપતો
- પૈસા આવી ગયા પછી નોકરી ન આપતા આરોપી ફરિયાદ નોંધાઇ
અમદાવાદ :શહેરમાં સમાચારપત્રોમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આરોપી છેતરપિંડી કરતો હતો. આરોપી વિકલાંગ છે પરંતુ મગજથી ખુબ જ હોશિયાર છે. આરોપીનું નામ વિપુલ બોરસણીયા છે. જેમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલા આ વિકલાંગ આરોપી ખાનગી ન્યુઝ પેપરમા આંગણવાડીમાં કો-ઓર્ડીનેટર તરીકેની નોકરી અપાવવાની જોહેરાત કરીને મહિને 15,000 રૂપિયા પગારની બાહેંધરી આપતો હતો.
આ પણ વાંચો : સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ
એગ્રીમેંટ ફીના નામે 1500થી 2000 રૂપિયા ઓનલાઈ ટ્રાન્સફર કરાવતો
royalgroup365@gmail.com નામના મેઈલ પર બોયોડેટા મંગાવી એગ્રીમેંટ ફીના નામે 1500થી 2000 રૂપિયા ઓનલાઈ ટ્રાન્સફર કરાવતો હતો. અરજદારના પૈસા આવી ગયા પછી નોકરી ન આપતા આરોપી વિપુલ સામે ફરિયાદો થઈ હતી.