- લોકડાઉનની સ્થિતી સર્જાય ત્યારે તકલીફ ન પડે માટે લોકો કરી રહ્યા છે ખરીદી
- મલ્ટીપ્લેક્સના માલિકોને વધુ નૂકસાન થાય તેવી શક્યતા
- મલ્ટીપ્લેક્સ ફરી શરૂ કરવા માટે માલિકોની સરકાર પાસે માગ
અમદાવાદ : શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે મનપાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનો સમય રાતે 9 કલાકથી સવારે 6 કલાક સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ શનિવાર અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં બે દિવસ સુધી મોલ અને થિયેટર બંધ રહેશે.
આ પણ વાંચો : દીવ શનિ-રવિ પ્રવાસન સ્થળો બંધ, પ્રવાસીઓએ રજૂ કરવો પડશે કોરોના રિપોર્ટ
જેને લઈને શુક્રવારે જ લોકો ખરીદી કરવા માટે મોલમાં ઉમટી પડ્યા હતા.
શહેરમાં આવેલા ડી-માર્ટ, નેશનલ હેન્ડલૂમ અને રિલાયન્સ માર્ટ જેવા મોલમાં લોકો ખરીદી કરી રહ્યા છે. લોકોને ભય છે કે, સરકાર દ્વારા જો કોઈ નિર્ણય લેવામાં આવે તો તેમને આવનારા દિવસોમાં તકલીફ ન પડે એ માટે અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે સિટી ટ્રાન્સપોર્ટેશન, બાગ-બગીચા અને ફરવાલાયક સ્થળો જેવી જગ્યાઓ લોકો માટે બંધ કરી દેવામાં આવી છે.