અમદાવાદમાં સદુમાતાની પોળમાં પુરુષોએ સ્ત્રીના વેશ ધારણ કરી પરંપરાગત ગરબા કર્યા - traditional Garba in Ahmedabad
અમદાવાદ: નવરાત્રી દરમિયાન વરસાદે વિરામ લેતા ગુજરાતમાં ગરબા પ્રેમી ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. શાહપુર ખાતે આવેલી સદુમાતાની પોળમાં અનોખી પરંપરાથી ગરબા રમવામાં આવે છે. પુરુષો નવરાત્રીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી આસો સુદ આઠમના દિવસે નોરતામાં ગરબે ઘૂમે છે.
![અમદાવાદમાં સદુમાતાની પોળમાં પુરુષોએ સ્ત્રીના વેશ ધારણ કરી પરંપરાગત ગરબા કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4675783-thumbnail-3x2-aaaa.jpg)
નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના શાહપુર ખાતે આવેલી સદુમાતાની પોળમાં અનોખા ગરબા જોવા મળ્યા હતા. આ ગરબાની વિશેષતાએ છે કે, આ ગરબામાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી અને ગરબે ઘૂમે છે. કોઈ પણ પુરુષે સદુમાતાની બાધા રાખી હોય કે, તેનું ફળ તેને જો પ્રાપ્ત થાય તો તે પુરુષ નવરાત્રીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી અને આસો સુદ આઠમના દિવસે ગરબે ઘૂમે છે. આવી વર્ષો જૂની પરંપરાગત માન્યતાને અનુસરીને આ વિશેષ પ્રકારના ગરબાનો આકર્ષણ સદુ માતાની પોળમાં જોવા મળ્યું હતું. વર્ષો જુની પરંપરા અનુસાર સતી માતાની અનન્ય ભક્તિ દ્વારા હજારો લોકોને ફળ પ્રાપ્ત થાય છે.