ગુજરાત સરકાર દ્વારા 2018માં LRDની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું મેરીટ લિસ્ટ 1 ડિસેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિમાં આવતા રબારી ભરવાડ અને ચારણ સમાજના ઘણા બધાં ઉમેદવારોને અન્યાય થયો હોવાનું આક્ષેપ પણ થયા. સાથે જ સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાહેર થયેલ મેરીટ ગુણ કરતા વધારે ગુણવાળા ઉમેદવારોના નામ મેરીટ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને નીચું મેરીટ ધરાવતા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
LRDની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજે વિરોધ કર્યો
અમદાવાદઃ 2018માં લેવાયેલી લોક રક્ષક દળની પરીક્ષામાં અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં રબારી ભરવાડ અને ચારણ સમાજને અન્યાય થતા અમદાવાદ માલધારી સમાજ દ્વારા અમદાવાદના કલેકટર દ્વારા મુખ્યપ્રધાનને પત્ર મોકલી વિરોધ કરવામાં આવ્યો હતો.
LRDની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજે વિરોધ કર્યો
ઉપરાંત ગીર બરડા અને આલેચમાં રહેતા રબારીઓ,ભરવાડ અને ચારણને જે તે સમયે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું કરી અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યા છે.જે અન્વયે અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલ છે. તેમ છતાં સરકાર દ્વારા રબારી ,ભરવાડ અને ચારણ સમાજને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં અન્યાય થઈ રહ્યો, હોવાના આક્ષેપ થયા છે.આમ માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાય બંધ થાય અને ન્યાય મળે તે હેતુથી વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.