મલેરિયા વિભાગની ટીમે શહેરમાં કુલ 277 એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 12 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમિન ઓફિસને સીલ કરી હતી. જેમાં અમદાવાદના પ્રાઇમ લોકેશન જેવા કે, સરખેજ નવરંગપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. 81 એકમોને નોટિસ આપીને કુલ રુપિયા 2,81,400 લાખનો દંડ વસુલ્યો હતો.
અમદાવાદમાં મલેરિયાના મચ્છર બ્રિડિંગ મળી આવતા મોટાભાગના કોમર્શિયલને કરાયા સીલ - શિલ્પ સ્કેવર બી બોડકદેવ
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઇ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમે અલગ-અલગ જગ્યાએ મચ્છરોની ઉત્પતિને લઇને ચેકિંગ હાથ ધર્યું હતું. મંગળવારે મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ અને કોમર્શિયલ એકમોમાં તપાસ ચલાવી હતી.
અમદાવાદમાં મલેરિયાના મચ્છર બ્રિડિંગ મળી આવતા મોટાભાગના કોમર્શિયલને કરાયા સીલ
આ ઉપરાંત શહેરના કાર્ગો મોટર્સ સરખેજ, શિવાલિક હ્યુન્ડાઇ જોધપુર, શિલ્પ સ્કેવર બી બોડકદેવ, સુરદર્શન સરસ સાઇટ ગોતા જેવા 12 એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ભારે દંડ વસુલવામાં આવ્યો છે.