ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં પતંગોનું 625 કરોડનું ટર્નઓવર, મોદી યોગી ઉડશે આકાશમાં - Ahmedabad kite Increase prices

આ વર્ષે પતંગના રો મટીરીયલમાં વધારો થતા ક્યાંકને ક્યાંક પતંગ (Ahmedabad kite Increase prices) બનાવનારમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓનું માનવું છે કે કોરોનાની અસર હજુ પણ ગૃહ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પતંગ વેપારમાં કુલ 625 કરોડનો જોવા મળે છે. (Makar Sankranti in Ahmedabad)

ગુજરાતમાં પતંગોનું 625 કરોડનું ટર્નઓવર, મોદી યોગી આકાશમાં ઉડશે
ગુજરાતમાં પતંગોનું 625 કરોડનું ટર્નઓવર, મોદી યોગી આકાશમાં ઉડશે

By

Published : Jan 10, 2023, 9:29 PM IST

આ વર્ષે પતંગમાં ભાવ વધારો...

અમદાવાદ: ભારતમાં દરેક તહેવાર ધામધુમથી ઉજવણીમાં કરવામાં આવે છે, ત્યારે આગામી (Kite Prices in Ahmedabad) દિવસોમાં ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. આ વખતે બે વર્ષ બાદ કોરોનાની ગાઈડલાઈન વિના ઉતરાયણ ઉજવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે પતંગની અંદર 30થી 35 ટકા વધારો થવાથી ક્યાંકને ક્યાંક પતંગો અને વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. (Makar Sankranti in Ahmedabad)

પતંગના રો મટીરીયલ ભાવમાં વધારોપતંગ બનાવનાર ઝાકીરભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની અસર હજુ પણ જોવા મળી રહી છે. કાગળ અને પતંગની સ્ટીકમાં પણ 20થી 22 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે પતંગ બજારની અંદર પણ પતંગોની અંદર 30થી 35 ટકા વધારો થઈ ગયો છે. કોરોના બે વર્ષ બાદ આ વખતે ઉત્તરાયણ ઉજવવામાં આવી રહી છે. જેના કારણે લોકોમાં ઉત્સાહકો છે, પરંતુ પતંગના ભાવમાં વધારો હોવાથી લોકો ક્યાંકને ક્યાંક પતંગોની ખરીદીમાં પણ થોડો ઘણો મૂકી રહ્યા છે. (Ahmedabad kite Increase prices)

આ પણ વાંચોપતંગ રસિકોને આનંદો, ઉત્તરાયણને લઈને મહત્વના આવ્યા સમાચાર

મોદી અને યોગી પતંગની માંગવધુમાં જણાવ્યું હતું કે, માર્ચ મહિનાની શરૂઆતથી જ અમે પતંગ બનાવવાનું કામ કરીએ છીએ. કારણ કે દેશનાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવતી હોય છે. જેના કારણે અમે બનાવેલી પતંગો દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ પહોંચાડીએ છીએ. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને યોગીની માંગ વધારે જોવા મળી રહી હતી, ત્યારે બજારમાં પણ પ્લાસ્ટિકના પતંગમાં નરેન્દ્ર મોદી અને યોગીના પ્લાસ્ટિક વાળી પતંગની માંગ વધારે જોવા મળી રહી છે. જેના કારણે અમે તે પતંગો બનાવી રહ્યા છીએ. રોજના અમે પતંગ હજારથી 1500 પતંગો રોજની બનાવીએ છીએ. (Kite Festival in Gujarat)

આ પણ વાંચોપતંગ રસિયાઓમાં લખનૌવી દોરાનો ક્રેઝ, હાથેથી માંઝેલો દોરો સૌથી ઘાતક

ગુજરાતમાં 625 કરોડનું ટર્નઓવરગુજરાતમાં પતંગનો મોટા પાયે ઉત્પાદન થતું હોય છે. જેના કારણે ગૃહ ઉદ્યોગને પણ રોજગારી મળી રહે છે. બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર 8થી 10 કરોડ રૂપિયાનો હતો, હવે તે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા 625 કરોડ છે. લગભગ 1 લાખ 30 હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગારી મેળવે છે. (makar sankranti 2023)

ABOUT THE AUTHOR

...view details