અમદાવાદ : ભારતમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં દશેરા દીવસે ફાફડા અને જલેબી જ્યારે ઉતરાયણના દિવસે ઊંધિયું મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે. ગુજરાતની એક અલગ જ ઓળખ ફાફડા જલેબી અને ઊંધિયાની છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો આવો જાણીએ આપણે ઘરે જ કેવી રીતે સસ્તું સારું અને સ્વાદિષ્ટ ઊંધિયું બનાવી શકાય છે.
કઈ કઈ સામગ્રીની જરૂર પડેસૌથી પહેલા ઊંધિયું બનાવવા માટે બટાકા, રીંગણ, શક્કરિયા, રતાળુ, ફ્લાવર, કાચા કેળા, મિક્સ પાપડી, તુવેર, લીલા વટાણા, ઝીણું સમારેલું લસણ, સમારેલા લીલા મરચા, સમારેલી કોથમરી, ટમેટા, તેલ, અજમો, હિંગ, તજ, લવિંગ, સુકા લાલ મરચા, હળદર લાલ, મરચું પાવડર, ગરમ મસાલો જેવી સામગ્રી જરૂર પડે છે. જો તમે તમારા પરિવારનો 10 સભ્યનું ઊંધિયું બનાવતા હોય તો દરેક શાકભાજી 200 ગ્રામ લેવું. જ્યારે અન્ય ચીજ વસ્તુઓ સ્વાદ અનુસાર અંદર ઉમેરવી.
મુઠીયા બનાવવાની સામગ્રીઊંધિયામાં સૌથી મહત્વની વસ્તુ મુઠીયા મુખ્ય હોય છે. જેમાં ઝીણી સમારેલી કોથમરી, એક કપ, ચણાનો લોટ એક કપ, ઘઉંનો કકરો લોટ એક કપ, આદુ મરચાં સ્વાદ અનુસાર, હિંગ અડધી ચમચી, ખાંડ એક ચમચી, બેકિંગ સોડા અડધી ચમચી, હળદર એક ચમચી,પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ અને તેલ તળવા માટે આ દરેક સામગ્રી મુઠીયા બનાવવા માટે જરૂરી છે.
ઊંધિયું બનાવવાની રીતઉંધિયું બનાવવા માટે સૌપ્રથમ મેથી ધોઈ નિતારીને ઝીણી સમારી લેવી કોથમરી, લીલુ રોશન પણ સમારી લેવું ઊંધિયાના દરેક શાકને અલગ અલગ ક્ષમારે ધોઈ તૈયાર કરી લો. હવે મુઠીયા બનાવવા માટે એક વાસણમાં મેથી, કોથમરી, આદુ મરચાં, ખાંડ, હિંગ, બેકિંગ સોડા, હળદર, લીંબુનો રસ તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હાથ વડે મિક્સ કરી લો. હવે તેમાં ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ ચાળીને મિક્સ કરો. થોડા થોડા સમયે પાણીનો છંટકાવ કરતા જાવ અને મુઠીયા બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા મુઠીયાને મધ્યમ તાપે તળી લો.