અમદાવાદ:અમદાવાદમાં દોરી વાગવાની 37 ઘટના બની છે. તેમજ વડોદરામાં 13 અને સુરતમાં 11 દોરી વાગવાના કેસ છે. તેમજ રાજ્યમાં ધાબા પરથી પડવાના કુલ 251 કેસ સામે આવ્યા છે. તથા અમદાવાદમાં સૌથી વધુ 60 કેસ નોંધાયા છે. તેમજ સુરતમાં 27, રાજકોટમાં 21, વડોદરામાં 15 બનાવ બન્યા છે. વર્ષ 2022 કરતા 2023માં 401 કેસનો વધારો થયો છે. રાજ્યભરમાં રોડ એક્સિડન્ટના કુલ 687 બનાવો બન્યા છે. અમદાવાદ-સુરતમાં રોડ એક્સિડન્ટના સૌથી વધુ 92 કેસ સામે આવ્યા છે. તેમજ વડોદરામાં 56, રાજકોટમાં 43, ગાંધીનગરમાં 41 કેસ નોંધાયા છે.
અમદાવાદ 108ના રિપોર્ટ મુજબ:ઉત્તરાયણના પર્વની ઉત્સાહનો માહોલ દુ:ખમાં ફેરવાયો. રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે એટલે કે 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે. ઉત્તરાયણના પર્વને લઇને રાજ્યમાં ઇમરજન્સી સેવા માટે 108 સતત કાર્યરત છે. ત્યારે 108 દ્વારા આજના દિવસના ઇમરજન્સી કોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 698 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આમ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 109 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા.
આ પણ વાંચોOdisha: કટકમાં મકર સંક્રાંતિ મેળા દરમિયાન નાસભાગમાં 1નું મોત, અનેક ઈજાગ્રસ્ત