ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2023 : મેગાસિટીમાં 140થી 150 રૂપિયામાં એક પતંગ વહેંચાઈ રહી છે

અમદાવાદના પતંગ બજારની અંદર અવનવી પતંગો જોવા (Ahmedabad Kite Festival) મળી રહે છે. વેપારીએ ગ્રાહકોની માંગણી મુજબ સાડા પાંચથી છ ફૂટની પતંગ બનાવી છે. આ પતંગ બનાવવા માટેના કારીગર ઉત્તરપ્રદેશના રામપુરથી બોલાવવામાં આવ્યા હતા. આ પતંગની કિંમત બજારની અંદર 140થી 150 રૂપિયામાં એક પતંગ વહેંચાઈ રહી છે. (Makar Sankranti 2023 in Ahmedabad)

મકરસંક્રાંતિને લઈને મેગાસિટીમાં 140થી 150 રૂપિયા એક પતંગ વહેંચાઈ રહી
મકરસંક્રાંતિને લઈને મેગાસિટીમાં 140થી 150 રૂપિયા એક પતંગ વહેંચાઈ રહી

By

Published : Jan 11, 2023, 4:58 PM IST

અમદાવાદની પતંગ બજારમાં અવનવી પતંગો મળી જોવા

અમદાવાદ : ઉતરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ બજારમાં ભારે ભીડ (Ahmedabad Kite Festival) જોવા મળી રહી છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રો મટિરિયલમાં 20થી 30 ટકા વધારો થતા પતંગ અને દોરીમાં પણ 30થી 35 ટકા જેટલો વધારો જોવા મળી (Makar Sankranti 2023 in Ahmedabad) રહ્યો છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન વિના બે વર્ષ બાદ ઉતરાયણ ઉજવવામાં આવતી હોવાથી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.(Makar Sankranti in Ahmedabad)

140થી 150 રૂપિયાની એક પતંગપતંગ બનાવનાર રોહિતભાઈએ જણાવ્યું હતું કે, આ પતંગ આ વર્ષે જ બનાવવામાં આવી છે. બે વર્ષ પહેલા પણ આઠ ફૂટની પતંગ બનાવવામાં આવી હતી. પરંતુ હવામાં તે પતંગ ફાટી જતી હતી. જેના કારણે તેમના સફળતા મળી ન હતી, ત્યારે ફરી એકવાર આ વર્ષે અમે સાડા પાંચથી છ ફૂટની પતંગ બનાવી છે. આ પતંગની કિંમત વાત કરવામાં આવે તો રૂપિયા 140થી 150માં બજારમાં જોવા મળી રહી છે. (Makar Sankranti 2023 in Ahmedabad)

અવનવી પતંગોની માંગઆ પતંગ બનાવનારના જે કારીગર હતા. તે ઉત્તરપ્રદેશના રામપુરથી આવ્યા છે. જે આવી મોટી સ્પેશિયલ પતંગો બનાવે છે. આ ઉપરાંત નાની સાડા ચાર ફૂટ 4 ફૂટ ત્રણ ફૂટની પણ પતંગો બનાવવામાં આવી રહી છે. પતંગ રસિકો નવી નવી વેરાયટીના પતંગો માંગતા હોય છે. જેના કારણે અમે પણ દર વર્ષે અવનવા પતંગ બનાવીએ છીએ. ગત અઠવાડિયા કરતા આ વખતે બજારની અંદર પણ ગ્રાહકો જોવા મળી રહ્યા છે. જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેમ ગ્રાહકો પણ પતંગ દોરી માટે બજારમાં જોવા મળી રહ્યા છે. જેથી વેપારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. (Kite market in Ahmedabad)

આ પણ વાંચોઆ વખતે 2 વર્ષ પછી કોરોના ગાઈડલાઈન વિના ઉજવાશે ઉત્તરાયણ, પણ પતંગ બજારમાં મંદી

35 ટકા જેટલો વધારોગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ બજારમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, કે છેલ્લા ઘણા સમયથી દરેક વસ્તુમાં ભાવ વધારે જોવા મળી રહ્યો છે. જેના કારણે પતંગ બનાવવાનું જે રો મટીરીયલ હોય છે. તેમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે. જેના સંદર્ભમાં પતન અને દોરીમાં પણ 30થી 35 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ જેમ જેમ ઉત્તર નજીક આવી રહી છે. તેમ તેમ લોકો ભારે ઉત્સાહભેર પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. (Uttarayana in Ahmedabad 2023)

આ પણ વાંચોમકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં

ગુજરાતમાં 625 કરોડનું ટર્નઓવરઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં પતંગનો મોટાપાયે ઉત્પાદન થતું હોય છે. જેના કારણે ગૃહ ઉદ્યોગને પણ રોજગારી મળી રહે છે. બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર 8થી 10 કરોડ રૂપિયાનો હતો. હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા 625 કરોડ છે. લગભગ 1 લાખ 30 હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે. (Makar sankranti news)

ABOUT THE AUTHOR

...view details