અમદાવાદઃશહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના(Makar Sankranti 2022) સમગ્ર વિસ્તાર માટે તા.14 અને 15/01/2022 ના રોજ ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ (Ahmedabad Corona case)વધવાની શકયતા રહેલી છે. આથી અમદાવાદ શહેરમાં હાલમાં પ્રવર્તમાન કોરોનાની (Ahmedabad Police Commissioner's Notification) પરિસ્થિતી ધ્યાને લેતાં તા.11/01/2022 થી તા.17/01/2022 સુધી કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સલામતિ સાચવવા પોલીસ કમિશનર (Ahmedabad City Police)સંજય શ્રીવાસ્તવ દ્વારા કેટલાક નિયંત્રણો અધિસૂચિત કરવામાં આવ્યા છે.
લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું
જેમાં કોઈપણ જાહેર સ્થળો,ખુલ્લા મેદાનો રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકશે નહી. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહ ભર્યું છે. માસ્ક વિના કોઈપણ વ્યકિત મકાન, ફલેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશીયલ ડીસ્ટન્સનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાત પણે કરવાની રહેશે.
રહીશ સીવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી
મકાન, ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સીવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સબંધિત કોઈપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી, ફલેટના સેક્રેટરી, અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન,ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન, ફ્લેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સીસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશીયલ ડીસ્ટન્સનો ભંગ થવાની તેમજ કોરોના તૃસંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત, 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ, અન્ય રોગોથી પીડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ધરે રહે તે સલાહભર્યુ છે. કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો, સ્લોગન, ચિત્રો પતંગ પર લખી શકશે નહી.
આ પણ વાંચોઃઅમદાવાદની પતંગ બજારમાં 60 ટકા ગ્રાહકોમાં થયો ધટાડો, વેપારીઓની હાલત થઇ કફોડી