અમદાવાદ:ઉત્તરાયણના તહેવારને હવે(makar sankranti 2022 ) ગણતરીના કલાકો બાકી છે. ત્યારે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા છે, ત્યારે બજારમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક થઈછે. રાયપુરમાં આવેલ પતંગ (Ahmedabad Police Kite Market Checking)બજારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ચેકીંગ
ઉત્તરાયણના તહેવારને (Festival of Uttarayan)લઈને બજારોમાં પાકીટ ચોરી, મોબાઇલ ચોરી જેવા અનેક ગુનાઓ બનતા હોય છે.ત્યારે આવા ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ચેકીંગ કરવામાં આવે છે. આ વર્ષે ઉતરાયણના દિવસે પોલીસ ડ્રોન દ્વારા ધાબા ઉપર વોચ રાખશે. જેમાં 11 DCP, 21 ACP, 63 PI, 207 PSI સહિત 19 SRPની કંપની સહિત દસ હજાર પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે.
આ પણ વાંચોઃબેરોજગાર પતંગ મહોત્સવ : જાહેર પરીક્ષના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ
પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ
અમદાવાદમાં આવેલ રાયપુર પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ(Ahmedabad police checking ) કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા બજારમાં જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેમજ દુકાનદારોનો વેક્સિન સર્ટીફીકેટ ચેક કરવામાં આવ્યું હતું અને જ સર્ટિફિકેટ ના હોય તો કોરોના ગાઈડલાઈનના ભંગ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બજારમાં આ વખતે કોરોનાનું ગ્રહણ લાગી હોય તેમ દેખાઈ રહ્યું હતું. ત્યારે હાલમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં ઓછી ભીડ જોવા મળી હતી. જ્યારે પતંગ બજારમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પોલીસ પણ સતર્ક છે. જ્યારે પોલીસ દ્વારા બજારમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. જ્યારે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તેને ધ્યાનમાં લઈને પોલીસ સજ્જ છે.
આ પણ વાંચોઃCovid19 Containment Zone in Kutch : ભુજમાં 11 અને તાલુકામાં 8 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા