ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2022: ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

આગામી સમયમાં ઉત્તરાયણ તહેવાર(Makar Sankranti 2022) આવી રહ્યો છે. આ પર્વ શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર(Ahmedabad Police Commissioner's Notification) પાડવામાં આવ્યું છે, જેમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Makar Sankranti 2022: ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Makar Sankranti 2022: ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

By

Published : Jan 8, 2022, 8:42 PM IST

અમદાવાદઃઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો(Makar Sankranti 2022) બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે અમદાવાદ પોલીસે (Ahmedabad Police Notification regarding Uttarayan)અગત્યનું જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસોબાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ પોલીસ(Ahmedabad City Police) દ્વારા નાગરિકો માટે અને વેપારીઓ માટે જાહેરનામું (Ahmedabad Police Commissioner's Notification )બહાર પાડવામાં આવ્યું છે.

જાણો શું મુકાયા પ્રતિબંધ

આ જાહેરનામા મુજબ,ચાઇનીઝ દોરી, સિન્થેટિક દોરી, નાયલોન દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ ચાઈનીઝ તુક્કલના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે વ્યક્તિ કે વેપારી આ જાહેરાનામાનો ભંગ કરશે તો તેમની સાથે કાર્યવાહી થશે. આ સાથે જ જાહેરનામા મુજબ જાહેરમાં પશુઓને ઘાસ નાખવા અને જાહેરમાં પતંગ ઉડાવવા પર કાર્યવાહી થશે.

આ પણ વાંચોઃAssembly Election 2022: કોંગ્રેસ ભાજપને હરાવા માટે કોઈપણ પક્ષનો ટેકો લેવા તૈયારઃ ચિદંબરમ

જાહેર માર્ગ પર પતંગ ઉડાવતાં પકડાશો તો ગયા સમજો

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડતા જણાવ્યુ છે કે, જાહેર માર્ગ પર પતંગ ઉડાવતાં અથવા પકડતા લોકો પર ગુનો દાખલ કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે કેટલાક લોકો જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવતા અથવા પકડતાં જોવા મળે છે. કેટલીક વાર આવા લોકો જાહેર માર્ગ પર પતંગ પકડવામાં અથવા ઉડાવવામાં એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે કે, તેમને આસપાસનુ કંઈ ધ્યાન પણ નથી રહેતુ. જેથી માર્ગ પર અકસ્માતો પણ સર્જાય છે. આવા અકસ્માતોના પ્રમાણ ઘટાડવા પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે.

આ પણ વાંચોઃDistribution Of Vegetable Seeds Banaskantha: આદિવાસી બહેનોને પગભર કરવાનો ઉદ્દેશ, ફ્રીમાં શાકભાજીના બિયારણનું વિતરણ

ABOUT THE AUTHOR

...view details