- મેજર જનરલે ગોલ્ડન કટાર ડિવિઝનનો સાંભળ્યો ચાર્જ
- કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ નિયુક્તિઓ પર આપી ચુક્યા છે સેવા
- રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ સાથે પણ સેવા
અમદાવાદઃ જનરલ વાધવા(Mohit Wadhwa)એ ત્રણ દાયકા કરતાં લાંબી તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લગભગ સમ્રગ દેશમાં અને વિદેશમાં વિવિધ પ્રદેશો તેમજ વિસ્તારોમાં કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ(Command, staff) નિયુક્તિઓ પર સેવા આપી છે. તેમના કમાન્ડ તરીકેના કાર્યકાળમાં પ્રતિષ્ઠિત 5 સશસ્ત્ર રેજિમેન્ટ અને સ્ટ્રાઈક કોરના ભાગરૂપે સશસ્ત્ર બ્રિગેડને કમાન્ડ(Command the armed brigade) કરવાનું શામેલ છે.
રાષ્ટ્રના વિવિધ વિભાગોમાં કાર્યરત હતા
આ ઉપરાંત સ્ટાફ નિયુક્તિમાં સ્વતંત્ર સશસ્ત્ર બ્રિગેડની સીએરા લિઓન, GSO-3, આસિસ્ટન્ટ મિલિટરી સચિવ, બોત્સવાના સંરક્ષણ દળોના નાણાકીય સલાહકાર, સશસ્ત્ર વિભાગના કોલોનલ જનરલ સ્ટાફ, ભટિંડા સ્થિત કોરના બ્રિગેડિયર જનરલ સ્ટાફ અને પૂણે ખાતે નાયબ મિલિટરી સચિવ તરીકેની સેવાઓંમાં શામેલ છે. તેઓ વેલિંગ્ટનમાં પ્રતિષ્ઠિત સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે અને રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) ખાતે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ(President's bodyguard) સાથે પણ સેવા આપી ચુક્યા છે.