મહીસાગર: ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જમાં કિસાન માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષક નિરવકુમાર જી ત્રિવેદી અને હિતેશકુમાર પટેલ દ્વારા બનાવનામાં આવેલા ફેસ શિલ્ડની પ્રથમ 25 પ્રોજેક્ટમાં પસંદગી થતા જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાના સંક્રમણને ફેલતો અટકાવવા માટે બનાવેલા ફેસ શિલ્ડ માટે પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતાં. તેનાથી વિજ્ઞાન શિક્ષકો પ્રેરાઈને મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગના કોરોના વોરિયરને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે આ શિક્ષકો દ્વારા 350 જેટલા ફેસ શિલ્ડ તૈયાર કરી જિલ્લા કલેક્ટર આર.બી.બારડના હસ્તે તેમને અર્પણ કરવામાં આવ્યા હતા.
મહીસાગર કિસાન વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકો દ્વારા 350 ફેસ શિલ્ડ બનાવી આરોગ્ય વિભાગને અર્પણ કર્યા - મહીસાગર આરોગ્ય વિભાગ
લોકડાઉનના સમયગાળા દરમિયાન મહીસાગર જિલ્લાની લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકોએ નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આંખ, નાક અને ચહેરાના રક્ષણ કરવાના ઉદ્દેશથી નજીવા ખર્ચે ફેશ શિલ્ડની રચના કરી ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-19માં પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેની દેશના પ્રથમ 25 પ્રોજેક્ટમાં પસંદગી થતા મહિસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. તેમજ આરોગ્ય વિભાગને પણ શિક્ષકો દ્રારા 350 ફેસ શિલ્ડ આપવમાં આવ્યા હતા.
મહીસાગર: કિસાન વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકો દ્વારા 350 ફેસ શિલ્ડ બનાવી આરોગ્ય વિભાગને અર્પણ કર્યા
આરોગ્ય વિભાગના કર્મીઓને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખી કોરોના દર્દીઓની અવિરત પણે સેવાઓ બજાવી શકે તે માટે આ ફેસ શિલ્ડ ઘણુ જ ઉપયોગી સાબીત થાય છે. કોરોના સામેની લડતમાં કિસાન વિદ્યાલયનાં આ વિજ્ઞાન શિક્ષકો સહભાગી બની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.