ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahila Kamal Mitra Abhiyan: સમગ્ર દેશમા મહિલાઓ જાગૃત બને તે માટે કમળમિત્ર અભિયાન શરૂ - BJP women Gandhinagar

સરકારની કલ્યાણકારી યોજનાઓ મહિલાઓ સુધી પહોંચેએ માટે ભાજપ મહિલા વીંગ તરફથી સરકારી યોજનાઓની જાગૃતિ હેતું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાંથી અનેક મહિલાઓએ લોકોને જાગૃત કરવા માટે એક ટીમ તૈયાર કરીને અભિયાન શરૂ કર્યું છે.

સમગ્ર દેશમા મહિલાઓ જાગૃત બને તે માટે  કમળ મિત્ર અભિયાન આજથી શરૂ
સમગ્ર દેશમા મહિલાઓ જાગૃત બને તે માટે કમળ મિત્ર અભિયાન આજથી શરૂ

By

Published : May 20, 2023, 12:57 PM IST

સમગ્ર દેશમા મહિલાઓ જાગૃત બને તે માટે કમળ મિત્ર અભિયાન આજથી શરૂ.

અમદાવાદઃરાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા પી.એમ. નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના પ્રયાસોના ભાગરૂપે લોકો સુધી યોજના પહોંચાડવા ઝુંબેશ શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાની હેઠળ કમળ મિત્ર અભિયાનનો શુભારંભ દિલ્હીથી શરૂ થયો હતો. જ્યારે અમદાવાદમાં પણ એ જ કાર્યક્રમને આબેહુબ અભિયાન શરૂ કરાયું હતું. પ્રદેશ અઘ્યક્ષ સીઆર પાટિલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા મોરચા દ્વારા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રદેશ મહિલા મોરચા પ્રભારી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ.દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે કમળ મિત્ર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

શું કહે છે મહિલા અધ્યક્ષઃભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉત્કર્ષ માટે જે કમળ મિત્ર અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ભારતના પ્રદેશો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગુજરાત પ્રદેશને પણ જે.પી. નડ્ડા સાથે સંવાદ કરવાની તક મળી, જેમાં સૌ પ્રથમ ગુજરાત મહિલા મોરચાને ચર્ચા કરવાની તક મળી તે એક ઉત્તમ વાત ગણી શકાય. હાલ ભાજપે દરેક મોરચે લોકસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે મહિલાઓને ભાજપમાં લાવવા માટે પ્રદેશ મહિલા મોરચાના જવાબદારી સોંપવામાં આવી છે.

મહિલાઓના ઉત્કર્ષ લક્ષી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચે તે માટે આ અભિયાન થકી પ્રયત્નો કરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિતરણ પણ કરવામાં આવશે. કમળ મિત્ર અભિયાનના માધ્યમથી ભાજપ દ્વારા મહિલા મતદારોને લોકસભા ચૂંટણી પહેલાં પક્ષતરફી વલણ અપનાવવા પર ભાર મૂકાશે. આ સાથે વિવિધ પાર્ટી લક્ષી કામોથી મહિલાઓને અવગત કરાવવા અને હકારાત્મક અભિગમ સાથે આગળ વધવા માટે વિશેષ સૂચનો સાથે કામગીરી ની જાણકારી પણ આપવામાં આવી હતી.---દીપિકા સરડવા (ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ)

મોટો લક્ષ્યાંકઃ મહિલાઓને ભાજપમાં જોડાવા અને પક્ષ તરફી વલણ અપનાવવા માટે સ્ત્રી સશક્તિકરણની રાજ્યવ્યાપી યોજનાઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા સરકાર તરફથી પ્રયાસો થઈ રહ્યા છે. જે યોજનાઓ અંગે મહિલાઓ જાગૃત બને તે માટે હાલ કમળ મિત્ર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ 7000થી વધુ મહિલાઓનું કમલ મિત્ર તરીકે રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં મહિલાઓને આવરી લેવામાં આવશે. તેના માટે પેજ કમિટીની સભ્ય બહેનોને પણ કમલ મિત્રની તાલીમ આપવામાં આવશે.

  1. Ahmedabad News : મોદી સમાજનું રાષ્ટ્રિય મહાસંમેલન અમદાવાદમાં યોજાશે, દેશના ગૃહપ્રધાન આપશે હાજરી
  2. Ahmedabad News : મેગા સિટીની શાન વધારવા શાહ 361 કરોડના વિકાસી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  3. Ahmedabad News : AMC હોસ્પિટલમાં હવે દર્દીને અમૂલનું દૂધ આપશે, આંખના નંબર ઉતારવાનું થયું મોંઘું

ABOUT THE AUTHOR

...view details