ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: મહિલા ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડાના કારખાનામાં બાળમજૂરી કરતા 37 બાળકોને મુક્ત કરાવ્યા - કારખાનામાં બાળમજૂરી કરતા 37 બાળકોને મુક્તિ

અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળ કલ્યાણ વિભાગ તથા સામાજિક સંસ્થા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દાણીલીમડાની અલગ અલગ ફેક્ટરીઓમાંથી બાળમજૂરી કરતા 37 બાળકોને મુક્ત કરાવ્યા છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા ક્રાઈમ દ્વારા દાણીલીમડાના કારખાનામાં બાળમજૂરી કરાવાતા 37 બાળકોને મુક્ત કરાવાયા.
મહિલા ક્રાઈમ દ્વારા દાણીલીમડાના કારખાનામાં બાળમજૂરી કરાવાતા 37 બાળકોને મુક્ત કરાવાયા.

By

Published : Dec 18, 2020, 9:04 AM IST

  • મહિલા ક્રાઈમ બ્રાન્ચે 37 બાળમજૂરો મુક્ત કરાવ્યા
  • 18 બાળકો અમદાવાદના અને બાકીના ગુજરાત બહારના
  • 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ

અમદાવાદ: મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળ કલ્યાણ વિભાગ તથા સામાજિક સંસ્થા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દાણીલીમડાની અલગ અલગ ફેક્ટરીઓમાંથી બાળમજૂરી કરતા 37 બાળકોને મુક્ત કરાવ્યા છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું?

અમદાવાદની મહિલા ક્રાઈમ બ્રાન્ચે બાળ કલ્યાણ અને સામાજિક સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. અલગ અલગ ફેક્ટરીઓમાં કામ કરતા કુલ 37 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

મહિલા ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડાના કારખાનામાં બાળમજૂરી કરતા 37 બાળકોને મુક્ત કરાવ્યા
12 થી 16 વર્ષના બાળકો કરતા હતા મજૂરી
કારખાનામાં બાળકોને 14 કલાકથી વધુ સમય બાળમજૂરી કરાવવા આવતી હતી. આ બાળમજૂરોમાં 12 વર્ષથી 14 વર્ષની ઉંમરના બાળકો હતા. બાળકો પાસે કાપડના કારખાનામાં મજૂરી કરાવવામાં આવતી હતી.
18 બાળકો અમદાવાદના 19 ગુજરાત બહારના
મુક્ત કરાવેલા બાળકોમાં 18 બાળકો અમદાવાદના હતા, જ્યારે બાકીના 19 રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અલગ અલગ રાજ્યોના હતા. તમામ બાળકોના પરિવારને જાણ હતી કે, કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ 10 ઈસમો વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ બાળકોને વાસના ખાતેના બાળ કલ્યાણ ગૃહમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બાળકો કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા અને કેટલા સમયથી અહીંયા મજૂરી કરતા હતા તે તમામ બાબતે હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details