અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) નજીક આવી રહી છે ત્યારે ઘણા બધા નેતા લઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela )ના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ( Mahendrasinh Vaghela Joins Congress ) 4 વર્ષ બાદ ફરીથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી જોવા મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં ( Gujarat Congress )જોડાયા છે.
જગદીશ ઠાકોરનું નિવેદન મહેન્દ્રસિંહ વાઘેલા ( Mahendrasinh Vaghela Joins Congress ) ની ઘર વાપસી પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું ( Jagdish Thakor Statement ) હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ( Gujarat Assembly Elections 2022 )જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ કોંગ્રેસ( Gujarat Congress ) પોતાનું પ્લાનિંગ કરીને આગળ વધી રહી છે. આજે મહેન્દ્રભાઈ ઘરવાપસી કરે છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા જેમ કામગીરી કરતા હતાં તેના કરતાં પણ તેઓ ઉત્તમ કામગીરી ( Gujarat Assembly Elections 2022 ) કરીને આગળ વધશે.