ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ‘મહાત્મા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન, લોકોને વિના મૂલ્યે પ્રવેશ અપાશે

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા આગામી 4થી 6 માર્ચ સુધી મહાત્મા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાત્મા ગાંધીજીના જીવન પરની ફિલ્મ દર્શાવવામાં આવશે.

mahatma gandhi film festival
mahatma gandhi film festival

By

Published : Mar 3, 2020, 10:25 PM IST

અમદાવાદઃ શહેરમાં 4થી 6 માર્ચ સુધી ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ગાંધીજીના જીવન પરની ફિલ્મો લોકોને બતાવવામાં આવશે. આ ફિલ્મ બતાવવાનો ઉદેશ લોકોમાં ફિલ્મથી દેશનું સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે અને ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચે તે માટે છે. આ ઉપરાંત આજની પેઢીના લોકો પણ ગાંધીજી વિશે જાણે તે મુખ્ય હેતું છે.

અમદાવાદમાં ‘મહાત્મા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન

આ ફેસ્ટિવલમાં ‘ગાંધી’, ‘લગે રહે મુન્નાભાઈ’, ‘હેલ્લારો’, ‘મેકિંગ ઓફ મહાત્મા ગાંધી’ અને ‘આઈ એમ કલામ’ ફિલ્મ બતાવવામાં આવશે.આ ફેસ્ટિવલમાં તમામ લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને જરૂર જણાશે તો લોકો વધુ ફિલ્મ જોઈ શકે તે માટે રજૂઆત પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details