ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો - gujarat live news

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોના ભારે ધસારા વચ્ચે અને કોરોના મહામારીની ગાઈડલાઈન પ્રમાણે ભીમનાથ મહાદેવ મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી.

કોરોના મહામારીને કારણે શિવ ભક્તોને કોરોના ગાઈડલાઈનને અનુસરવા સૂચના અપાઈ
કોરોના મહામારીને કારણે શિવ ભક્તોને કોરોના ગાઈડલાઈનને અનુસરવા સૂચના અપાઈ

By

Published : Mar 11, 2021, 9:21 PM IST

  • કોરોના મહામારીને કારણે શિવ ભક્તોને કોરોના ગાઈડલાઈનને અનુસરવા સૂચના અપાઈ
  • પ્રવેશદ્વાર પર સ્વયંસેવકો દ્વારા હાથ સેનેટાઈઝર કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો
  • દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી

આ પણ વાંચોઃભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર

અમદાવાદઃ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાંડવકાલિન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. શિવ ભક્તોએ પણ કોરોના મહામારીની ગાઈડ લાઈન પ્રમાણે તકેદારી રાખતા જોવા મળ્યા હતા. ધ્વજારોહણ પૂર્વે મંદિરનું પરિસર "હર હર મહાદેવ"ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ચાલુ વર્ષે બાવન ગજની ધ્વજા USA રહેતા મહેશભાઈ કાનજીભાઈ રોય, કિરણભાઈ કાનજીભાઈ રોય તથા ધર્મેન્દ્રભાઈ રોયના હસ્તે ધ્વજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ શિવભક્તો આરતીમાં જોડાયા હતા.

પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો

આ પણ વાંચોઃપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં મહાશિવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ચાલુ વર્ષે ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે યજ્ઞની જવાબદારી સંભાળી હતી. ચાલુ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભીમનાથ મંદિર પર ચડાવવામાં આવેલી બાવન ગજની ધ્વજા અને શિવભક્તો માટે ફરાળી પ્રસાદ માટે ઉપરોક્ત ત્રણ દાતાઓ દ્વારા 1.45 લાખ રુપિયાનું મંદિર પ્રશાસનને દાન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details