અરબી સમુદ્રમાં 'કયાર' નામનું વાવાઝોડું ઓમાન તરફ ફંટાયા પછી અરબી સમુદ્ર પર બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાઈ છે. આ 'કયાર' નામના વાવાઝોડાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ આવ્યો હતો. હવે બીજુ 'મહા' વાવાઝોડુ આવવાની આગાહી છે. જેથી આગામી ત્રણ દિવસમાં 2 નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
‘મહા’ વાવાઝોડુ આગામી ત્રણ દિવસમાં ભારે પવન સાથે વરસાદ લાવશેઃ હવામાન વિભાગ - Another cyclonic circulation system operating on the Arabian Sea
અમદાવાદ: અરબી સમુદ્ર પર બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ કાર્યરત થઈ છે. જે વાવાઝોડામાં સક્રિય થઈ છે. જે ‘મહા’ વાવાઝોડું આગામી ત્રણ દિવસમાં ગુજરાત પર હીટ થશે અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.
etv bharat
'મહા' વાવાઝોડું ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 6 કલાકમાં સીવીયર સાયકલોનમાં પરિવર્તિત થશે અને 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં કરંટ રહેશે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.