ગુજરાત

gujarat

ETV Bharat / state

મહા વાવાઝોડુ ગુજરાત પર લેન્ડફૉલ નહી કરેઃ હવામાન વિભાગ - મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નહીં ટકરાય

અમદાવાદઃ મહા વાવાઝોડુ હવે ગુજરાત પર લેન્ડફોલ નહી થાય, જેથી હાલ ગુજરાત પરથી મહા આફત ટળી છે. મહા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે તે અરબી સમુદ્રમાં જ નબળુ પડી ગયું છે, તેમ હવામાન વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.

file photo

By

Published : Nov 6, 2019, 1:42 PM IST

Updated : Nov 6, 2019, 4:43 PM IST

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે હિટ નહી થાય, તેણે દિશા બદલી છે, અને તે મહારાષ્ટ્ર તરફ ગયું છે. આવતીકાલે 7 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ આવશે. પણ હાલ ગુજરાત પરથી મહા આફટ ટળી છે.

મહા વાવાઝોડુ ગુજરાત પર લેન્ડફૉલ નહી કરેઃ હવામાન વિભાગ

મહા વાવાઝોડું નહી આવે તે સમાચાર સાંભળતા જ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી એનડીઆરએફ સહિત કોસ્ટ ગાર્ડની ટીમો સજ્જ કરી દેવાઈ હતી. દરિયાના બીચ ખાલી કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓને બીચ પર ફરવા જતાં અટકાવ્યા હતા. પણ હવે ગુજરાતની પ્રજાએ રાહત અનુભવી છે કે વાવાઝોડુ સોમનાથ અને દ્રારિકાધીશના પગ પખાણીને દિશા બદલી નાંખી છે.

Last Updated : Nov 6, 2019, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details